Republic Day - 2019

18 April 2018

Rufous-tailed lark /ખેતરીયો

Rufous-tailed lark : ખેતરીયો 

ચકલી જેવડું કદ. ચંડુલ કુળનાં બીજાં પંખીઓ કરતાં શરીરે થોડો ભારે. ચકલીની જેમ પૂંછડીમાં થોડો ખાંચો. ખેડેલ ખેતરોમાં ફરતો હોય ત્યારે આસપાસની જમીન સાથે એવો ભળી જાય કે ઝટ દેખાય નહીં.ખુલ્લો વગાડો, પડતર જમીન કે ખેડેલા ખેતરો, છોડ-ઝાંખરાંવાળાં મેદાનો વગેરે તેના રહેણાંક વિસ્તાર. આવાં સ્થળોએ બે-ચાર કે વધતી-ઓછી સંખ્યામાં જમીન સાથે દબાતાં ચરતાં ફરતાં હોય.જમીન ઉપર કે ઢેફાં ઉપર બેઠાં બેઠાં ગાય તેમજ જમીનથી થોડે ઊંચે ઉડતાં પણ ગાય. અવાજ મીઠો આને સાંભળવો ગમે તેવો. સ્થાયી નિવાસી. વ્યાપક.  
(“વીડ-વગડાના પંખી” માંથી )