અંજીર ઉત્તમ આહાર
અને ઔષધ છે. લીલાં અંજીરમાં
લોહ, તાંબુ, કેલ્શીયમ, વીટામીન વગેરે
પોષક તત્ત્વો સારા પ્રમાણમાં રહેલાં છે. સુકાં અને લીલાં
બંને અંજીર રેચક-મળ સાફ લાવનાર, મુત્રપ્રવૃત્તી
વધારનાર, પૌષ્ટીક અને
રક્તવર્ધક છે.
અંજીર શીતળ છે
અને રક્તપીત્ત મટાડે છે. બાળક, યુવાન, વૃદ્ધો અને
ગર્ભીણી બધા માટે અંજીર હીતાવહ છે. તેમાં લોહ, કેલ્શીયમ, તાંબુ, ઝીંક, વીટામીનો, શર્કરા, ક્ષારો વગેરે
શરીરોપયોગી તમામ તત્ત્વો છે. તાજાં પાકાં ફળો
જ્યાં સુધી મળે ત્યાં સુધી રોજ ખાવાં જોઈએ. તાજાં જ મળતાં
હોય ત્યારે સુકાં ન ખાવાં.