કલકલિયો:
Kingfisher
1. White-throted kingfisher : સફેદ
છાતી કલકલિયો
2. Pied Kingfisher : કાબરો કલકલિયો
3. Common Kingfisher : નાનો કલકલિયો
૨૯
સે.મી. કદ ધરાવતી સુંદર પંખી. માનવવસતિની વચ્ચે જ આ પંખીને ગમે છે. તેથી ઝાડની કોઈ ઊંચેરી ડાળીએ, કોઈ થાંભલાની ટોચે કે મકાનના છાપરા કે અગાસી પર બેસી જાણે
પોતે એ પ્રદેશનો મહારાજા હોય તેમ ઊંચો-નીચો થતો નીચે જમીન પર જોયા કરે અને દમામભરી
આંખો ફેરવતો પૂંછડી ઊંચી-નીચી કર્યા કરે... એની એ ગૌરવશાળી અદામાં શોભા પૂરતા રહે
છે તેના દેહના ભાત-ભાતના રંગો...
માથું, ગરદન અને પેટાળ જોઈએ તો ઘેરા કથ્થાઈ રંગના. પૂંછડી સહિતનો
ઉપરનો ભાગ લીલી ઝાંયવાળો ચળકતો વાદળી. દાઢી,
ગળું અને છાતી
દૂધ જેવાં સફેદ. પાંખોમાં ખભા પાસે કાળો પટ્ટો. પાંખના છેડા કાળા. ઊડે ત્યારે
પાંખમાં સફેદ ધાબું દેખાય. લાંબી મજબૂત અણીદાર કેસરિયા લાલ રંગની ચાંચ. મોં, આંખ, ડોક, પીઠ, પડખાં અને પગ લાલ રંગથી
શોભે. રંગોની દુનિયાના તમામ સુંદર રંગોને ઈશ્ર્વરે આ પંખીમાં અદ્ભુત કલાકારીગરી
વડે દઈને તેને અનુપમ સૌંદર્ય બક્ષ્યું છે. ખોરાકમાં માછલી ઉપરાંત દેડકાં, ગરોડી, કાચિંડા, તીડ અને બીજી જીવાતોનો તો એ ભોગી !
માર્ચથી જુલાઈ માસ
દરમિયાન નદીકાંઠે ઊંચી ભેખડોમાં કે કૂવાની બખોલમાં ત્રણ-ચાર ફૂટ ઊંડા દર બનાવી
દરના છેવાડે પહોળો ગોળાકાર ઓરડો બનાવી તેમાં મુલાયમ પીંછાની ગાદી બનાવે અને પાંચથી
છ સફેદ દૂધ જેવાં ઈંડાં મૂકે. ઈંડાને જતનપૂર્વક સેવી, બચ્ચાં ઊછરી જાય પછી પાછો લોકોની વચ્ચે આવીને રહેવા લાગે.