Republic Day - 2019

02 April 2018

ટીલિયો/Ruff

ટીલિયો - Ruff


નર તેતર જેવડો, જ્યારે માદા  બટેર જેવડી હોય છે. આ યાયાવર પક્ષીઓ છે. બટકું, રાખોડિયા રંગનું જળકાંઠાનું આ પક્ષી ઉપરની બાજુ ભીંગડા જેવી ભાત ધરાવે છે. પ્રમાણમાં નાની કીચડિયા જેવી ચાંચ ધરાવે છે. ઉડ્ડયન વખતે દેખાતો પાંખમાંનો સફેદ પટ્ટો અને પૂંછડી ઉપરનાં સફેદ ચકતાં ઓળખવામાં મદદ કરે છે. પ્રજનનકાળ સિવાયના સમયમાં નર અને માદા દેખાવમાં સરખાં હોય છે. માદા કદમાં નાની હોય છે. જ્યારે એપ્રિલ-મેમાં પાછા ફરવાનો સમય આવે ત્યારે પ્રજનનકાળના વાઘા પહેરવાની શરૂઆત થઈ જાય છે. નર વધુ કાળાં, જાંબલી, ચેસ્ટનટ રંગનાં પીંછાં અને ગલપટ્ટો ધારણ કરે છે. કાન ઉપર ઝૂમખા જેવી કલગી ધારણ કરે છે. માદા તેવી જ રહે છે. શિયાળામાં આ પક્ષી ઉપખંડમાં સર્વવ્યાપક હોય છે. સમૂહચર છે. પાણીની વનસ્પતિનાં બિયાંનાં શોખીન છે. નર રંગરંગીલો છે. એકસાથે ઘણી માદાઓ સાથે જાતીય સંબંધમાં રાચે છે. ખાસ પસંદ કરેલી જગ્યાએ ગલપટ્ટો અને ઝૂમખો ટટ્ટાર કરી માથું નીચું કરીને માદાને આકર્ષે છે અને રતીક્રીડા માણે છે. સ્વાર્થી નર માળો બનાવવાની કે બચ્ચાં ઉછેરવાની ખટપટમાં પડતો નથી.