Common Kingfisher : નાનો કલકલિયો, લગોઠી કલકલિયો:
ચકલીથી જરા મોટા કદનું
પક્ષી છે. વાદળી અને લીલા રંગનું પક્ષી છે. નીચે કેસરી કે ઇંટિયો રંગ ધરાવે છે.
પૂંછ નાની બુઠ્ઠી હોય છે. ચાંચ લાંબી અણીદાર હોય છે. જંગલમાં પાણી ઉપરથી ફ-ર-રર
ઊડતાં હોય છે. અથવા ઝરણા કાંઠાની કિનારે આવેલ વૃક્ષની ડાળ ઉપર બેઠું હોય છે. સમગ્ર
ભારત, બંગલાદેશ, પાકિસ્તાન, શ્રીલંકામાં વસે છે. ડાળી
ઉપર બેસી ચી-ચી-ચી-ચી અવાજ કરે છે. માથું ગોળાની જેમ ચારે બાજુ ફેરવે છે અને
પૂંછડી ઊંચી-નીચી કરે છે. નાનાં માછલાં, જળચર જીવો મુખ્ય ખોરાક
છે.