Republic Day - 2019

02 April 2018

શતાવરી


શતાવરી: શક્તિશાળી ઔષધ

અંગ્રેજી : buttermilk root                                                  લેટીન: Asparagus racemosus 
એક ઉત્તમ ઔષધ છે. એ બે જાતની થાય છે. (૧)મહાશતાવરી (૨) નાની શતાવરી. મહા શતાવરી ભીલાડથી મુંબઈ સુધીના દરિયાકિનારે વધુ થાય છે. તેનાં મૂળ અંગુઠા જેટલાં જાડાં, રસદાર અને આઠથી દસ ફૂટ લાંબાં થાય છે. દવામાં જાડાં અને રસદાર મૂળિયાં જ વાપરવાં જોઈએ. બજારમાં જે વેચાય છે તે નાની શતાવરીનાં જ મૂળિયાં હોય છે. નાની શતાવરી સર્વત્ર થાય છે. રેતાળ જમીનમાં ખૂબ થાય છે. નાની શતાવરીનાં મૂળ આઠથી બાર ઈંચ લાંબાં અને પાતળાં હોય છે. દવામાં ચૂર્ણ કરવું હોય તો નાની શતાવરીનાં મૂળનું કરવું અને રસ કાઢવો હોય તો મોટી શતાવરીના મૂળનો કાઢવો. જો મોટી શતાવરી મળે તો તેનું ચૂર્ણ વાપરવું વધુ સારું. શતાવરી મધુર અને કડવી છે. તે બળ વધારનાર, ધાવણ વધારનાર, શુક્રવર્ધક, રસાયન, મૈથુનશક્તિ વધારનાર-વાજીકરણ છે. આ ઉપરાંત રક્તવિકાર, વાયુ, અને પિત્તને હરનાર, રક્તમત્રતા, મૂત્રકૃચ્છ, મૂત્રકષ્ટ મટાડનાર છે. જ્યારે મહાશતાવરી હૃદય માટે હિતકારી, બુદ્ધિવર્ધક, જઠરાગિન પ્રદીપ્ત કરનાર, પૌષ્ટિક, ગ્રહણી અને હરસને મટાડનાર છે.