Flamingo : હંજ
Lesser Flamingo |
હંજને ઓળખવો સહેલો છે. ઊંચાઈના
પ્રમાણમાં તેનું નાણું શરીર કોઈનું પણ ધ્યાન ખેંચે. આખું શરીર રંગે સફેદ અને તેમાં
આછી ગુલાબી અને કાળા રંગની ભભક તરત નજરે ચડે. પગ લાંબા અને ગુલાબી. ચાંચ ગુલાબી,
વાંકી અને છેડેથી કાળી. નર માંદા સરખાં. ચોમાસા પછી શિયાળાના આગમન સાથે સેંકડોની
સંખ્યામાં આપણે ત્યાં ફ્લેમિંગો જોવા મળી જાય છે. તેની ઊંચાઇ પૂરી 4.5 ફૂટ. ચારો
એટલે કે ખોરાક કાદવમાંથી શોધતા રહે છે, તેને કારણે છીછરા પાણીના વિસ્તારમાં જોવા મળી જાય છે. કચ્છમાં
તેની વસાહત છે. પાણીની વચ્ચે માળા બનાવે છે. ભીની માટીનો નાનો ટીંબો કરી તેનાં
મથાળે ગોળ ખાડો કરીને તેમાં ઈંડા મુકે. મોટા તળાવો, દરિયા કિનારાના કાદવીયા કે
પાણીવાળા વિસ્તારોમાં જોવા મળે.
આપણા વાતની મોટા હંજ,
યુરોપ અને પશ્ચિમ સાઈબીરીયા તરફથી પણ ચોમાસા બાદ ભારતમાં આવે છે. આથી શિયાળામાં તે
વધારે દેખાય છે.
હંજ મોટો (Greater
Flamingo) અને નાનો હંજ (Lesser Flamingo) એમ બે પ્રકારના જોવા મળે. મોટા હંજના પ્રમાણમાં નાના હંજના શરીરનો ગુલાબી
રંગ વધારે સ્પષ્ટ દેખાય તેવો હોય છે. નાના હંજની ડોક પ્રમાણમાં ટૂંકી અને થોડી
જાડી.