શિકારી પક્ષીઓ એકબીજાની હદમાં અને એકબીજાને દેખાય તે રીતે માળા બાંધતા નથી.
- ઘણાં શિકારી પક્ષીઓ માળા બાંધતા જ નથી
પરંતુ વૃક્ષોના થડની બખોલ કે પહાડોની ભેખડો વચ્ચે ઇંડા મૂકે છે.
- શિકારી પક્ષીની દૃષ્ટિ શક્તિશાળી હોય છે.
આકાશમાં ઊડતા શિકારી પક્ષી
તળાવના પાણીમાં
તરતી નાનકડી માછલીનું નિશાન લઈ તરાપ મારી શકે છે.
- પેન્ગ્વીન તેની પાંખોનો ઉપયોગ ઊડવા માટે
નહિ પણ પાણીમાં તરવા માટે કરે છે. તે પાણીમાં ૫૦૦ મીટર ઊંડે સુધી ડૂબકી લગાવી શકે
છે.
- ચીનના સ્વિફ્ટલેટ પક્ષીઓ માળા બાંધવા
માટે પોતાની લાળનો ઉપયોગ કરે છે. આ
માળા સ્વાદિષ્ટ
હોય છે. ચીનના લોકો આ માળાની વાનગી બનાવી ખાય છે.
- લક્કડખોદની જીભ તેની ચાંચ કરતા ચાર ગણી
લાંબી હોય છે.
- કબૂતર અને હોલા જેવા પક્ષીઓ અનાજના દાણા
ચણીને ગળી જાય છે. દાણા સાથે તે
થોડા કાંકરા પણ
ચણે છે કે જેથી હોજરીમાં દાણા વલોવાઈને દળાય છે.
- બોલ્ડ ઇગલ સૌથી મોટો માળો બાંધે છે.
વૃક્ષની ટોચે તે લગભગ ત્રણ મીટર વ્યાસનો છ મીટર ઊંડો માળો બનાવે છે.
સૌજન્ય : gujaratsamachar