સારસ ક્રેન દેશનું સૌથી ઉંચુ પક્ષી છે.
દેશનું સૌથી વધુ પાંખનો ઘેરાવો ધરાવતું પક્ષી હિમાલયનું દાઢીવાળું ગીધ છે.
ભારતમાં સુંદર ગીતો ગાંતા પક્ષીઓમાં ૯૫ ટકા નર પક્ષીઓ હોય છે.
પોપટ એક માત્ર પક્ષી એવું છે કે તે પોતાની ચાંચનો ઉપરનો અને નીચેનો ભાગ સ્વતંત્ર રીતે હલાવી શકે છે.
લક્કડ ખોદની જીભ તેની ચાંચ કરતાં ચાર ગણી લાંબી હોય છે.
દેશના સુંદર પક્ષી સુરખાબની ચાંચ વળેલી હોય છે. તે ચાંચ ઉંધી કરીને કિચડના તળિયેથી ખોરાક લે છે.
ભારતનું સૌથી વધુ વાતો કરતું પક્ષી હિલમેના છે.
મહારાષ્ટ્રમાં જોવા મળતું હરિત કબુતર આછા ગુલાબી રંગનું હોય છે. તેની
પીઠ તેજસ્વી લીલા રંગની હોય છે.
હિમાલયમાં જોવા મળતાં નવરંગી મોરની કળામાં નવ રંગો દેખાય છે.
નાગાલેન્ડના બહુરંગી મોર બે ફૂટ લાંબા હોય છે. તેની પીઠ લીલા રંગની અને માથું પીળા રંગનું હોય છે.
સૌજન્ય : gujaratsamachar