Republic Day - 2019

28 December 2018

વનસ્પતિ જગતની અજાયબી



*    આફ્રિકામાં લેડી ઇન ધ વેઇલ નામના મશરૃમની કળી ફૂટે ત્યારે વિસ્ફોટ જેવો મોટો અવાજ થાય છે. આ મશરૃમ ૨૦ મિનિટમાં ૨૦ સેન્ટીમીટર જેટલાં ઊંચા થઈ જાય છે.
*    
એરિઝોનાના રણમાં થતાં કેક્ટસ સૌથી ધીમો વિકાસ કરે છે તે ઊગ્યા પછી દસ વર્ષે ૨.૫ સેન્ટીમીટર ઊંચા થાય છે.
*    
વિનસ ફલાય ટ્રેપ સૌથી બળવાન શિકારી વનસ્પતિ છે. તેના ફૂલ ઉપર માખી કે મોટું પતંગિયું બેસે કે તરત જ ફૂલ બિડાઈ જાય છે અને જંતું કેદ થઈ જાય છે.
*    
આફ્રિકાના ઘાસના મેદાનોમાં હાથી પણ છુપાઇ શકે તેટલું પાંચ મીટર ઊંચું ઘાસ થાય છે તેને એલિફન્ટ ગ્રાસ કહે છે.
*    
સૌથી મોટા કેકટસ સાગુઆરો ૪૫ ફૂટ જેટલા ઊંચા થાય છે તેના થડનો પરિઘ ૧૦ ફૂટ હોય છે. આ કેકટસ ૧૫૦ વર્ષ જીવે છે.
*    
આફ્રિકાના જંગલમાં થતી પોલીપોડિયમ વનસ્પતિ ૪૦૦ વર્ષ જીવે છે. તે સુકાઇ જાય પછી પણ પાણી છાંટવાથી સજીવન થઈ લીલી છમ્મ થઈ જાય છે.

સૌજન્ય : gujaratsamachar