Republic Day - 2019

30 December 2018

હોર્સ પાવર એટલે શું ?



હોર્સ પાવર એ મશીન કે એન્જિનની શક્તિનો આંક છે. તેનો ઘોડા સાથે શું સંબંધ તે જાણવા જેવું છે. ઇ.સ.૧૭૮૨માં જેમ્સ વોટે સ્ટીમ એન્જિનની શોધ કરી.

એન્જિન ખાણમાંથી કોલસા કાઢવા માટે વપરાતું અને જંગી વજનને ખસેડી શકતું. અગાઉ આવા કામ ઘોડા વડે થતાં. જેમ્સ વોટનું એન્જિન ઘોડા કરતાં ય વધુ વજન ખેંચી શકતું હતું.

ઘોડો કુવામાં લટકાવેલા ૧૦૦ પાઉન્ડ વજનને એક મિનિટમાં ૨૨૦ ફૂટની ઊંચાઈએ ખેંચી શક્તો. જ્યારે એન્જિન ૧૦૦ પાઉન્ડ વજન એક મિનિટમાં ૩૩૦ ફૂટ ઊંચે ખેંચી શકતું.

વોટે નાના મોટા ઘણા મશીન બનાવ્યા પરંતુ ૧૦૦ પાઉન્ડ વજનને એક મિનિટમાં ૩૩૦ ફૂટ ઊંચે લઈ જાય તેટલી શક્તિને એક હોર્સપાવર નામ આપ્યું. આજે પણ હોર્સ પાવર એન્જિનની શક્તિના માપ માટે વપરાય છે.

સૌજન્ય : gujaratsamachar