Republic Day - 2019

28 December 2018

આંગળીના સાંધામાં ટચાકા ફૂટવાનું રહસ્ય



ખૂબ કામ કરીને થાકી ગયા પછી ઘણા લોકો આંગળીના સાંધા દબાવી કે આંગળી ખેંચી ટચાકા ફોડી રાહત મેળવતા હોય છે. તમને પણ આવો અનુભવ હશે. આ અવાજનું રહસ્ય જાણવા જેવું છે.
શરીરના હાડકાને ઘસારા સામે રક્ષણ આપવા માટે સાંધામાં તૈલી પદાર્થ હોય છે. આ પ્રવાહી સાથે વાયુ પણ હોય છે.

રચનાથી સાંધાનું હલનચલન સરળ બને છે. એક જ પ્રકારની પ્રક્રિયાનું કામ લાંબો સમય કરવાથી કે એક જ સ્થિતિમાં રહેવાથી સાંધામાં વાયુનું પ્રમાણ વધે છે.

સાંધા પર દબાણ આપવાથી આસપાસનો વાયુ પરપોટા સ્વરૂપે પ્રવાહીમાંથી બહાર નીકળે છે અને ટચાકા જેવો અવાજ થાય છે. ટચાકા એક જ વખત ફૂટે છે. બીજીવાર અર્ધા કલાક જેટલા સમય પછી ફૂટે છે. શરીરના દરેક સાંધામાં આ પ્રક્રિયા થાય છે પરંતુ આગંળીના ટચાકા જ સંભળાય તેવા હોય છે.

સૌજન્ય : gujaratsamachar