Republic Day - 2019

26 December 2018

પ્રકૃતિ ચક્રમાં વનસ્પતિની અદભુત ભૂમિકા



પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો અને જંતુઓ શિકાર માટે ખોરાક બહારથી મેળવે છે.

કેટલાક અન્ય જીવને ખાઈને જીવે છે તે માંસાહારી વનસ્પતિ પણ સજીવ છે અને તે પોતાનો ખોરાક સૂર્યપ્રકાશમાંથી જાતે જ બનાવીને મેળવે છે. કેટલીક વનસ્પતિ જીવજંતુઓ ખાય છે. પરંતુ તેનું પ્રમાણ ઓછું છે.
પૃથ્વી પરના તમામ જીવ ભોજન કરવા અને ભોજન બનવા સર્જાયા છે. સિંહ હરણને ફાડી ખાય, આપણે રોટલી ખાઈએ કે રોટલી પર બેકટેરિયા થઈને ફૂગ ચડે આ ત્રણે બાબતો ખોરાક મેળવવાની રીતે એક સરખી જ છે.

સજીવના જીવનચક્ર ખોરાક ચક્રથી ચાલે છે. જીવન ટકાવી રાખવા ખોરાક જરૂરી છે. આ ચક્રમાં વનસ્પતિની ભૂમિકા અદ્ભૂત ગણાય કેમ કે તે હંમેશા બીજાનો ખોરાક બને છે પરંતુ પોતે પોતાનો ખોરાક સૂર્યપ્રકાશ અને જમીનમાંથી જાતે મેળવે છે.
પ્રાણીઓ પક્ષીઓને જીવવા માટે ઓક્સિજન જોઈએ તે પણ વનસ્પતિ જ આપે છે. વનસ્પતિની પાનમાં થતી ફોટોસિન્થેસીસ પ્રક્રિયાથી પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઈડ અને ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે. સાથે સાથે વનસ્પતિ તમામ શાકાહારી પ્રાણીઓને ખોરાક પુરો પાડે છે
સૌજન્ય : gujaratsamachar