પૃથ્વી પરના સસ્તન
પ્રાણીઓના ૨૩ ટકા પ્રાણીઓ ઊડી શકે છે. આ વાત સાંભળીએ તો નવાઈ લાગે પણ વાત સાચી છે. ઊડી શકનાર એકમાત્ર
સસ્તન પ્રાણી ચામાચિડીયા પૃથ્વી
પરના સસ્તન
પ્રાણીઓની વસતીનો ૨૩ ટકા ભાગ રોકે છે.
ઓસ્ટ્રેલિયામાં માણસો કરતા ઘેટાંની વસતી વધુ છે. ત્યાં ૧૪.૭ કરોડ ઘેટા છે.
એટલે કે એક માણસ દીઠ ૮ થી ૯ ઘેટાં.
સ્પર્મ વ્હેલ માછલી દરિયામાં દોઢ કિલોમીટરની ઊંડાઈએ બે કલાક સુધી રહી શકે છે.
ચિમ્પાન્ઝી ઉંમર વધે ત્યારે ટાલિયા થઈ જાય છે.
માદા કાંગારૂ જુદી જુદી વયના બચ્ચા માટે એક સાથે બે પ્રકારનું દૂધ આપે છે.
કીડીખાઉ એકમાત્ર એવું સ્થળચર છે કે જેને દાંત નથી.
ઉંદર અને સસલા જેવા કાતરી ખાનારા નાના પ્રાણીઓ કરોડો ટન અનાજ અને ઉભા પાકને
નુકસાન કરે છે.
સૌજન્ય : gujaratsamachar