Republic Day - 2019

પ્રાર્થના



પ્રાર્થના :
(1) પ્રભો અંતર્યામી
પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.
સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.
પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.
પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.
પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, - તુજ ચરણમાં નાથ જી ધરું.

                              - કવિવર ન્હાનાલાલ


(2) એક જ દે ચિનગારી
એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ... એક દે ચિનગારી...
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ... એક દે ચિનગારી...
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ... એક દે ચિનગારી...
                       - હરિહર ભટ્ટ


(3) ઓ ઇશ્વર ભજીએ તને
ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ.
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ.
પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય.
અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય
જે આવે અમ આંગણે, આશિષ દેતો જાય.
સ્વભાવ એવો આપજો, સૌ ઇચ્છે અમ હિત
શત્રુ ઇચ્છે મિત્રતા, પડોશી ઇચ્છે પ્રીત.
વિચાર વાણી વર્તને, સૌનો પામું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું, ઇચ્છું કુશળક્ષેમ.
આસપાસ આકાશમાં, હૈયામાં આવાસ
ઘાસ ચાસની પાસમાં, વિશ્વપતિનો વાસ.
ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ માનમાં ઘાટ તે, જાણે જગનો તાત.
ખાલી જગ્યા ખોળીએ, કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના, ઠાલુ ના મળે ઠામ.
જોવા આપી આંખડી, સાંભળવાને કાન
જીભ બનાવી બોલવા, ભલું કર્યું ભગવાન.
ઓ ઇશ્વર તું એક છે, સર્જ્યો તે સંસાર
પૃથ્વી પાણી પર્વતો, તેં કીધા તૈયાર.
તારા સારા શોભતા, સૂરજ ને વળી સોમ
તે તો સઘળા તે રચ્યા, જબરું તારું જોમ.
અમને આપ્યાં જ્ઞાન ગુણ, તેનો તું દાતાર
બોલે પાપી પ્રાણીઓ, એ તારો ઉપકાર.
કાપ કલેશ કંકાસ ને, કાપ પાપ પરિતાપ
કાપ કુમતિ કરુણા કીજે, કાપ કષ્ટ સુખ આપ.
ઓ ઇશ્વર તમને નમું, માંગુ જોડી હાથ
આપો સારા ગુણ અને, સુખમાં રાખો સાથ.
મન વાણી ને હાથથી, કરીએ સારાં કામ
એવી બુધ્ધિ દો અને, પાળો બાળ તમામ.



(4) ગુજારે જે શિરે તારે
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.
દુનિયાની જુઠી વાણી, વિશે જો દુ:ખ વાસે છે;
જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.

કચેરી માંહિ કાજીનો, નથી હિસાબ કોડીનો;
જગત કાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.

જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસ;
ન સારા કે નઠારાની, જરાએ સંગતે રહેજે.

રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે;
દિલે જે દુ:ખ કે આનંદ, કોઇને નહીં કહેજે.

વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને તજી દેજે;
ધડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.

રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરૂં એ સુખ માની લે;
પિયે તો શ્રી પ્રભુના, પ્રેમનો પ્યાલો ભરી પીજે.

કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે;
પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.
અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો;
ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.
અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું !
અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.

લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;
અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે.

વફાઇ તો નથી, આખી દુનિયામાં જરા દીઠી;
વફાદારી બતાવા ત્યાં, નહીં કોઇ પળે જાજે.

રહી નિર્મોહિ શાંતિથી, રહે એ સુખ મોટું છે;
જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.

પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;
પ્રભુની પ્યારી ગ્રીવામાં, પહેરાવી પ્રિતે દેજે.

કવિ રાજા થયો શી છે, પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે.

                       - બાલશંકર કંથારિયા

(5) જીવનજ્યોત જગાવો
જીવનજ્યોત જગાવો પ્રભુ હે જીવનજ્યોત જગાવો.
ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,
આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો
અમને રડવડતાં શીખવાડો ... પ્રભુ હે
વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો,
વણ જહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો,
અમને ઝળહળતાં શીખવાડો ... પ્રભુ હે
ઊડતાં અમ મનનાં ફૂલડાંને રસથી સભર બનાવો,
જીવનનાં રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો,
અમને મઘમઘતાં શીખવાડો ... પ્રભુ હે
ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાના ઝરણાં નાનાને સાગર જેવું બનાવો,
અમને ગરજંતા શીખવાડો ... પ્રભુ હે
અમ જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો,
સ્નેહશક્તિ બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો,
અમને સ્થળ સ્થળમાં વરસાવો ... પ્રભુ હે
                              - સુન્દરમ
(6) નૈયા ઝુકાવી મેં તો
નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના
સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
કોઇનું કોઇ નથી દુનીયામાં આજે
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના ઝાંખો ઝાંખો દીવો
પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના ઝાંખો ઝાંખો દીવો
શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનને મંદીર જોજે અંધકાર થાય ના ઝાંખો ઝાંખો દીવો

(7) પ્રેમળ જ્યોતિ તારો દાખવી
પ્રેમળ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ ... પ્રેમળ જ્યોતિ
દૂર પડ્યો નિજ ધામથી હું,
ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનિમાં,
નિજ શિશુને સંભાળ,
મારો જીવનપંથ ઉજાળ ... પ્રેમળ જ્યોતિ
ડગમગતો પગ રાખ સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય ... પ્રેમળ જ્યોતિ
આજ લગી રહ્યો ગર્વમાં હું,
ને માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા,
હામ ધરી મૂઢ બાળ;
હવે માગું તુજ આધાર ... પ્રેમળ જ્યોતિ
ભભકભર્યા તેજથી હું લોભાયો,
ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી,
સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ ... પ્રેમળ જ્યોતિ
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ !
આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર ... પ્રેમળ જ્યોતિ
કર્દમભૂમિ કળણ ભરેલી,
ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળકેરા પ્રવાહો,
સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર ... પ્રેમળ જ્યોતિ
રજની જશે, ને પ્રભાત ઊજળશે,
ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્ય ગણોનાં વદન મનોહર
મારે હૃદ્ય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયા હતાં ક્ષણવાર ... પ્રેમળ જ્યોતિ

                       - નરસિંહરાવ દિવેટિયા


(8) સર્વધર્મ પ્રાર્થના
ૐ તત્સત્ શ્રી નારાયણ તું,
પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક
સવિતા પાવક તું,
બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું,
ઇસુ પિતા પ્રભુ તું ... ૐ તત્સત્
રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું,
રહીમ તાઓ તું,
વાસુદેવ ગો-વિશ્વરૂપ તું,
ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય
આત્મ-લિંગ શિવ તું ... ૐ તત્સત્

ૐ તત્સત્ શ્રી નારાયણ તું,
પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક
સવિતા પાવક તું ... ૐ તત્સત્
(9) મંદિર તારું વિશ્વ રૂપાળું
મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખણહારા રે ... મંદિર તારું
નહિ પૂજારી નહિં કો દેવા,
નહિ મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે ... મંદિર તારું
વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો,
શોધે બાલ અધીરા રે ... મંદિર તારું
 - જયંતીલાલ આચાર્ય
(10) મારી બંસીમાં બોલ બે
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા
મારી વીણાની વાણી જગાડી તું જા.
ઝંઝાના ઝાંઝરને પહેરી પધારી પિયા,
કાનનાં કમાડ મારા ઢંઢોળી જા
પોઢેલી પાંપણના પડદા ઉઘાડી જરા
સોનેરી સોણલું બતાવી તું જા ... મારી બંસીમાં
સૂની સરિતાને તીર પહેરી પિતાંબરી
દિલનો દડુલો રમાડી તું જા
ભૂખી શબરીના બોર બે એક આરોગી
જનમ ભૂખીને જમાડી તું જા ... મારી બંસીમાં
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરને સેઢે હંકારી તું જા.
મનના માલિક તારી મોજના હલ્લેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા ... મારી બંસીમાં
- સુન્દરમ્
(11) જીવન અંજલિ થાજો !
જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યાં કાજે ભોજન બનજો,
તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લોતાં
અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !
સતની કાંટાળી કેડી પર
પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી
અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !
વણથાક્યા ચરણો મારા નિત
તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પંદને
તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !
વમળોની વચ્ચે નૈયા મુજ
હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો
નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !                      
- કરસનદાસ માણેક
(12) મૈત્રીભાવનું પવિત્ર ઝરણું
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું
એવી ભાવના નિત્ય રહે મૈત્રીભાવનું
ગુણથી ભરેલા ગુણીજન દેખી,            
હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં,
મુજ જીવનનું અર્ઘ્ય રહે મૈત્રીભાવનું
દીન ક્રુર ને ધર્મવિહોણાં,
દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી
અશ્રુનો શુભ સ્રોત વહે મૈત્રીભાવનું
માર્ગ ભૂલેલા જીવન પથિકને,
માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની,
તોય સમતા ચિત્ત ધરું મૈત્રીભાવનું
ચિત્રભાનુની ધર્મભાવના હૈયે,
સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને,
મંગળ ગીતો એ ગાવે મૈત્રીભાવનું         
               - મુનિ શ્રી ચિત્રભાનુ

(13) વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે
વંદન કરીએ શ્રીપ્રભુ ચરણે રાખો અમને શરણે રે.
અંતરની છે અરજ અમારી ધ્યાન ધરીને સુણજો રે ... વંદન કરીએ.
પહેલું વંદન ગણપતિ તમને, રિદ્ધિ સિદ્ધિ આપો રે,
બીજું વંદન માત સરસ્વતી, સત્ય વાણી અમ આપો ને ... વંદન કરીએ.
ત્રીજું વંદન ગુરુજી તમને, વિદ્યા માર્ગે વાળો રે,
ચોથું વંદન માતપિતાને, આશિષ અમને આપો રે ... વંદન કરીએ.
પાંચમું વંદન પરમેશ્વરને, સદબુદ્ધિને આપો રે,
વિનવે નાનાં બાળ તમારાં, પ્રભુ ચરણમાં રાખો રે ... વંદન કરીએ.
(14) વીણાવાદિની વર દે
વીણાવાદિની વર દે
વીણાવાદિની વર દે !
તવ સુમંત્રથી મુખરિત વિલસિત
જલ-થલ-નભ કર દે વર દે!
વીણાવાદિની વર દે !
ઉર ઉર નિવસિત અમર પ્રાણદા ,
અતુલ શક્તિદા, વિમલ ભક્તિદા ,
મુક્તિપ્રદા ! અમ માતજ્ઞાનદા !
દીન-હીન સંકીર્ણ સ્વાંતના
મલિન સ્તરો હર દે વર દે !
વીણાવાદિની વર દે !
જ્ઞાનહીન અમ આત્મ સકલમાં,
ક્ષમા-ભાવહીન અંતરતરમાં,
ભર સુગંધ અમ અંગ-અંગમાં ,
કર પ્રદાન તુજ જ્યોતિ મંગલા ,
તવ શિશુઉર ભર દે વર દે !
વીણાવાદિની વર દે !

(15) સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ
સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ !
સૌનું કરો કલ્યાણ.
નરનારી પશુપંખીની સાથે,
જીવજંતુનું તમામ ... દયાળુ પ્રભુ
જગના વાસીઓ સૌ સુખ ભોગવે,
આનંદ આઠે જામ ... દયાળુ પ્રભુ
દુનિયામાં દર્દ-દુકાળ પડે નહિ,
લડે નહિ કોઇ ગામ ... દયાળુ પ્રભુ
સર્વ જગે સુખાકારી વધે ને,
વળી વધે ધનધાન્ય ... દયાળુ પ્રભુ
કોઇ કોઇનું બૂરું ન ઇચ્છે,
સૌનું ઇચ્છે સૌ સમાન ... દયાળુ પ્રભુ
પોતપોતાના ધર્મ પ્રમાણે,
સર્વ ભજે ભગવાન ... દયાળુ પ્રભુ

(16) હે કરુણાના કરનારા
હે કરુણાના કરનારા તારી, કરુણાનો કોઈ પાર નથી;
હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી;
મેં પાપ કર્યા છે એવાં, હું ભૂલ્યો તારી સેવા;
મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી;
અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા;
વિષનું અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
કંઈ છોરુ કછોરું થાયે, પણ માવતર તું કહેવાય;
શીતળ છાયાના દેનાર, તારી કરુણાનો કોઈ પાર નથી
મને જડતો નથી કિનારો, મારો કયાંથી આવે આરો;
મારી નાવના ખેલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
છે જીવન મારું ઉદાસી પ્રભુ શરણે લે અવિનાશી;
મારા દિલમાંયે રમનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

(17) હે જગત્રાતા, વિશ્વ વિધાતા
હે જગત્રાતા, વિશ્વ વિધાતા
હે જગત્રાતા, વિશ્વ વિધાતા,
હે સુખશાન્તિ-નિકેતન હે.
પ્રેમ કે સિંધો, દીન કે બંધો,
દુઃખ દરીદ્ર-વિનાશન હે !
નિત્ય અખંડ અનંત અનાદિ,
પૂરણ બ્રહ્મ સનાતન હે !
જગ-આશ્રય જગપતિ જગવંદન,
અનુપમ અલખ નિરંજન હે !
પ્રાણ-સખા, ત્રિભુવન પ્રતિપાલક,
જીવન કે અવલંબન હે !

(18) હે નાથ જોડી હાથ
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ માંગીએ,
શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ,
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
વળી કર્મનાં યોગે કરી જે કુળમાં એ અવતરે,
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે,
લાખ ચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
સુખ-સંપત્તિ, સુવિચાર, સતકર્મનો દઈ વારસો,
જન્મો જનમ સતસંગથી કિરતાર પાર ઉતારજો,
આ લોક ને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી,
દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી,
સાચું બતાવી રૂપ શ્રી પ્રભુજી હૃદય તમ સ્થાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.


(19) હે મા શારદા !
હે મા શારદા ! હે મા શારદા !
તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે,
તારા મયુરનો કંઠ થવા સૂર દે …. હે મા શારદા
તુજ મંદિરની જ્ઞાન જ્યોતિથી જીવનપંથનું તિમીર ટળે,
હે દેવી, વરદાન જ્ઞાન દે, લેખિનીના લેખ ટળે,
શુભદા, શક્તિ દે, હે મા શારદા ! હે મા શારદા
સૂર શબ્દનો પૂર્યો સાથિયો, રંગ ભરી દો મા એમાં,
રગ રગમાં મધુ રવ પ્રગટાવી, પ્રાણ પૂરી દો ગીત-લયમાં
જ્ઞાનદા, ભક્તિ દે, હે મા શારદા ! હે મા શારદા

(20) મંગલ મંદિર ખોલો
મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો; ... દયામય !
નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો ... દયામય !

               - નરસિંહરાવ દિવેટિયા

(21) વૈષ્ણવજન તો તેને રે કહીયે
વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

 (22) અમે તો તારા નાના બાળ
અમે તો તારા નાના બાળ, અમારી તું લેજે સંભાળ... (૨)
ડગલે ડગલે ભૂલો અમારી, દે સદબુદ્ધી ભૂલો વિસારી,
તુજ વિન કોણ લેશે સંભાળ, અમે તો તારા નાના બાળ,
અમે તો તારા નાના બાળ, અમારી તું લેજે સંભાળ
દિન દુખિયાના દુખ હરવાને, આપો બળ મને સહાય થવાને,
અમ પર પ્રેમ ઘણો વરસાવ, અમે તો તારા નાના બાળ,
અમે તો તારા નાના બાળ, અમારી તું લેજે સંભાળ
હાલ જીવન અમ વિતે હરશે, ના દુનિયાની મલિનતા સ્પર્શે,
અમારું હશવું રહે ચિરકાળ, અમે તો તારા નાના બાળ,
અમે તો તારા નાના બાળ, અમારી તું લેજે સંભાળ


(23) પાયોજી મેં ને, રામ રતન ધન પાયો
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો
પાયોજી મેં ને
વસ્તુ અમૌલિક, દી મેરે સત્ ગુરુ
કિરપા કર, અપનાયો ..      
જનમ જનમ કી, પુંજી પાઈ          
જગ મેં સભી ખોવાયો ....
પાયોજી મેં ને, રામ રતન ધન પાયો
 ખર્ચે ન ખૂંટે, ચોર ન લૂંટે
દિન દિન બઢત, સવાયો ..           પાયોજી મેં ને ....
સત્ કી નાઁવ, ખેવટીયાઁ સત્ ગુરુ
ભવ સાગર, તર આયો ..             પાયોજી મેં ને..
મીરાં કે પ્રભુ, ગિરિધર નાગર
હરખ, હરખ જશ ગયો                 પાયોજી મેં ને ..
મીરાંબાઈ
           
(24) એક જ અરમાન છે મને
એક જ અરમાન છે મને... મારૂં જીવન સુગંધી બને (૨)... (ટેક)
ફુલડુ બનું કે ભલે ધૂપ સળી થાઉં,
  આશા છે સામગ્રી પૂંજાની થાઉં (૨)
  ભલે કાયા રાખ થઇને... મારૂં... એક જ...
તડકા છાયા કે વા વર્ષાના વાયા,
  તો યે કુસુમો કદિ ના કરમાયા (૨)
  ઘાવ ખીલતાં ખીલતાં એ ખમે... મારૂં... એક જ...
જગની ખારાશ બધી ઉરમાં સમાવે,
  તો યે સાગર મીઠી વર્ષા વરસાવે (૨)
  સદા ભરતીને ઓટમાં રમે... મારૂં... એક જ...
વાતાવરણમાં સુગંધના સમાતી,
  જેમ જેમ સુખડ ઓરશીયે ઘસાતી (૨)
  પ્રભુ તારે ઘસાવું ગમે... મારૂં... એક જ...
ગૌરવ મહાન છે પ્રભુ તારે કેરૂં,
  ના જગમાં કોઇ એથી અટકેલું (૨)
  પ્રાર્થ તેથી પ્રભુને ગમે... મારૂં... એક જ...

(25) હમકો મન કી શક્તિ દેના
હમકો મન કી શક્તિ દેના, મન વિજય કરે
દુસરો કી જય સે પહેલે, ખુદકો જય કરે
હમકો મન કી શક્તિ દેના...

ભેદભાવ અપને દિલસે સાફ કર સકેં.
દુસરો સે ભુલ હો તો સાફ કર સકે
જુથ સે બચે રહે, સચ કદમ ભરે,
દુસરો કી જય સે પહલે ખુદ કો જય કરે
હમકો મનકી શક્તિ દેના...

મશ્કિલ પડે તો હમ પર, ઈતના કર્મ કર
સાથ દે જો ધર્મ કા ચલે તો ધર્મ પર
ખુદ પે હૌસલા રહે બદી સે ના ડરેં
દુસરો કી જય સે પહેલે ખુદકો જય કરે
હમકો મન કી શક્તિ દેના...
(26) ઇતની શક્તિ હમે દે
ઇતની શક્તિ હમે દે ના દાતા,, મનકા વિશ્વાસ કમજોર હોના
હમ ચલે નેક રસ્તે પે હમસે,, ભૂલ કર ભી કોઇ ભૂલ હો ના........ ઇતની શક્તિ........
દૂર અજ્ઞાન કે હો અંધેરે, તુ હમેં જ્ઞાનકી રોશની દે
હર બુરાઇસે બચતે રહે હમ, જીતની ભી દે ભલી જીંદગી દે.
બૈર હોના કિસીકા કિસીસે,
ભાવના મનમેં બદલે કી હોના …. ઇતની શક્તિ........

હમના સોચે હમે કયા મિલા હૈ, હમ યે સોચે કિયા ક્યા હે અર્પણ
ફૂલ ખુશીઓ કે બાંટે સભીકો, સબકા જીવન હી બન જાયે મધુવન
અપની કરુણા કા જલતુ બહાદે,
કરદે પાવન હર એક મનકા કોના.....
હમ ચલે નેક રસ્તે પે..........
ઇતની શક્તિ..............

 (27) ) તુમ્હી હો માતા
તુમ્હી હો માતા પિતા તુમ્હી હો
તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો.

તુમ્હી હો સાથી તુમ્હી સહારે
કોઇ ન અપના સિવા તુમ્હારે તુમ્હારે

તુમ્હી હો નૈયા તુમ્હી ખેવૈયા
તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો

જો ખિલ શકે ના વો ફુલ હમ હૈં
તુમ્હારે ચરણો કી ધૂલ હમ હૈં

દયા કી દૃષ્ટિ સદા હી રખના
તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો.

તુમ્હી હો માતા, પિતા તુમ્હી હો...

(28) હે માલિક તેરે બંદે હમ
હે માલિક તેરે બંદે હમ, ઐસે હો હમારે કરમ
નેકી પર ચલે ઔર બદીસે ટલે,
તાકિ હસતે હુઍ નિકલે દમ........હૈ માલિક
યે અંધેરા ઘના છા રહા,, તેરા ઇન્શાન ગભરા રહા,
હો રહા બેખબર, કુછ ન આતા નજર, સુખ કા સુરજ ડૂબા જા રહા,
  ઍતેરી રોશની મે જો દમ
તું અમાવસ કો કર દે પૂનમ,
નેકી પર ચલે ઔર બદીસે ચલે, તાકિ હસતે હુઍ નિકલે દમ............હૈ માલિક
જબ જુલ્મો કા હો સામના, તબ તુહી હમે થામના
વો બુરાઇ કરે, હમ ભલાઇ કરે, નહી બદલે કી હો કામના
બઢ ઊઠે પ્યારકા હર કદમ,
ઔર મીંટે બૈરકા યે ભરમ
નેકી પર ચલે ઔર બદીસે ચલે, તાકિ હસતે હુઍ નિકલે દમ............હૈ માલિક

(29)  અબ સૌંપ દિયા ઈસ જીવનકા
અબ સૌંપ દિયા ઈસ જીવનકા,
સબ ભાર તુમ્હારે હાથોંમેં.
હૈ જીત તુમ્હારે હાથોમેં,
ઔર હાથ તુમ્હારે હાથોમેં.
મેરા નિશ્ચય બસ એક યહી,
એક બાર તુમ્હેં પા જાઉં મૈં.
અર્પણ કર દૂં દુનિયાભરકા,
સબ ભાર તુમ્હારે હાથોંમેં.
જો જગમેં રહું તો ઐસે રહૂં,
જ્યોં જલમેં કમલકા ફૂલ રહે.
મેરે સબ ગુણ દોષ સમર્પિત હો,
કરતાર તુમ્હારે હાથોંમેં.
યદિ માનુષકા મુઝે જન્મ મિલે,
તો તેરે ચરણોંકા પૂજારી બનું.
ઈસ પૂજકકી ઈક ઈક રગકા,
હો તાર તુમ્હારે હાથોંમેં.
જબ જબ સંસારકા કૈગી બનું,
નિષ્કામભાવસે કર્મ કરું.
ફિર અન્ત સમયમેં પ્ણ ત્યજુ,
સાકાર તુમ્હારે હાથોંમેં
મુઝમેં તુઝમેં બસ ભેદ યહી,
મૈં નર હૂં તુમ નારાયણ હો,
મૈં હૂં સંસારકે હાથોમેં,
સંસાર તુમ્હારે હાથોંમેં