Republic Day - 2019

02 April 2018

ઉંબરો



ઉમરો : (ઉંબરો) - ઝેર નાશક , વાજીકરણ
અંગ્રેજી: Indian fig tree or goolar (gular) fig                          લેટીન નામ : Ficus racemosa
ઉમરો, પીપળો, પીપર, જાંબુ અને વડ એક જ વર્ગનાં વૃક્ષો છે. એને પંચવલ્કલ કહે છે. આ પાંચે વૃક્ષોની છાલ દવામાં વપરાય છે. એના ઉકાળાથી મોં પાકવું, જીભ આડી થવી, પેઢાં પાકી જવાં વગેરે મટે છે. એના ઉકાળાની બસ્તી લેવાથી આંતરડામાં પડેલાં ચાંદાં-ઘારાં, રક્ત અને પરુ સાથેના ઝાડા, અલ્સરેટીવ કોલાયસીસ વગેરે મટે છે.
શરીરના કોઈ પણ ભાગમાંથી લોહી જતું હોય તો ઉમરાનો ઉપયોગ કરી શકાય. તેની છાલ, પાન, ફળ, મુળ બધાં જ ઉપયોગી છે. ઉમરાને તોડવાથી કે કાપવાથી દુધ જેવું સફેદ દ્રવ નીકળે છે. તેને અંજીર જેવાં જ ફળ આવે છે. તે પાકે ત્યારે ખાઈ શકાય. તેનું શાક પણ કરી શકાય.
ઉમરો શીતળ, કસુવાવડ અટકાવનાર, ચાંદાં મટાડનાર, રુક્ષ, મધુર અને તુરો, પચવામાં ભારે, વર્ણને સુધારનાર, હાડકાં સાંધનાર, કફ, પીત્ત, અતીસાર તથા યોનીરોગનો નાશ કરનાર છે. ઉમરાની છાલ પેશાબને રોકનાર, શીતળ, દુધ વધારનાર, ગર્ભને હીતાવહ અને વ્રણનાશક છે. તેનાં ફળ મીઠાં, તુરાં, સ્તંભક અને શીતળ છે.