Republic Day - 2019

06 January 2019

જેટ એન્જિનની અદ્ભુત રચના



રાઇટ ભાઈઓએ વિમાનની શોધ કર્યા પછી અનેક વિજ્ઞાનીઓએ સુધારા- વધારા કરીને આધુનિક વિમાનો બનાવ્યા. આજે સુપર સોનિક વિમાનો પણ બન્યા છે. વિમાનને આકાશમાં ઊડવા અને ગતિમાં રહેવા તેના પંખા મુખ્ય ભૂમિકા ભજવે છે.

પંખા આગળની હવાને પાછળ ધકેલે એટલે હવાના ધક્કાથી વિમાન આગળ વધે. પંખાની ઝડપ જેટલી વધારે તેટલી વિમાનને વધુ ગતિ મળે. પંખાને ઝડપથી ફેરવવા એ સહેલી વાત નથી. ત્રાંસા પાંખિયાવાળા પંખા એક મિનિટમાં પાંચ હજાર કરતા ય વધુ આંટા ફરે ત્યારે વિમાન આગળ ધકેલાય. વિમાનોના પંખાની રચના જટિલ હતી તેને ઘસારો લાગતો અને વારંવાર બદલવા પડતા.

વિજ્ઞાનીઓએ વિમાનના પંખાની રચના પર ધ્યાન  આપી વિવિધ સંશોધનો કર્યા. ઇ.સ. ૧૯૩૯માં જર્મનીના વિજ્ઞાની હાન્સ વોને જેટ એન્જિન બનાવ્યું ત્યારબાદ તેમાં સુધારા વધારા થયા આજે બે પ્રકારના જેટ એન્જિન બન્યા ટર્બો જેટ અને ટર્બો ફેન. બંને પ્રકારના વિમાનમાં પંખા નહી પણ કોમ્પ્રેસર હોય છે. એકબીજાની નજીક રહેલા હરોળમાં ગોઠવાયેલા કોમ્પ્રેસર હવાને એક ટાંકીમાં ધકેલે છે. સાંકડી ચેમ્બરમાં ભરાયેલી હવા ગરમ થાય ત્યારે તેને પેટ્રોલ મળે છે અને વિસ્ફોટથી પ્રચંડ ગરમી પેદા ખથાય છે.

આ ગરમ થયેલી હવા વેગપૂર્વક બહાર ધકેલાય છે અને વિમાનને આગળ ધકેલે છે. આ જેટ વિમાનમાં પેટ્રોલનો ખૂબ જ વપરાશ થાય છે અને તે સેનામાં જ ઉપયોગી થાય છે. પ્રવાસી વિમાનમાં ટર્બોફેન એન્જિન વપરાય છે તેમાં પૂરેપૂરી હવાનું દહન થતું નથી એટલે ઓછું પેટ્રોલ વપરાય છે અને ગતિ પણ મર્યાદિત રહે છે. જેટ એન્જિન પ્રચંડ ગતિથી લાંબો પ્રવાસ કરી શકે છે.

સૌજન્ય: gujaratsamachar