Republic Day - 2019

06 January 2019

સ્કોટલેન્ડના દરિયામાં તરતી પવનચક્કી



પવનચક્કી એટલે પવનમાંથી વીજળી મેળવવાનો સ્ત્રોત. સંખ્યાબંધ પવનચક્કી વડે પુષ્કળ માત્રામાં વીજળી મેળવી શકાય છે. ઘણા દેશોમાં આવા વીન્ડ ફાર્મ જોવા મળે છે તે જમીન પર હોય છે પરંતુ સ્કોટલેન્ડના પીટર્સહેડના દરિયામાં તરતી પવન ચક્કીઓ કાંઠાના લગભગ ૨૦,૦૦૦ ઘરમાં વીજળી પૂરી પાડે છે. સ્કોટલેન્ડના આ વીન્ડફાર્મમાં પાંચ પવનચક્કી છે. દરેક ૮૩૦ ફૂટ ઊંચી છે.

તેના પાયાના ૨૫૬ ફૂટ પાણીની સપાટી નીચે છે. એક પવનચક્કી છ મેગાવોટ પાવર આપે છે. આ પાવર વપરાય નહીં તો વિરાટ લિથિયમ બેટરીમાં સ્ટોર થાય છે. દરિયામાં તરતી આ પવનચક્કીના તળિયે ૧૧૧ ટનના લંગર બાંધીને ઊભી રાખવામાં આવે છે. લંગરનો વ્યાપ ૧૬ ફૂટ છે. પવનચક્કી દરિયાના પાણીમાં ઉભી તરતી રહે છે.

સૌજન્ય: gujaratsamachar