પાનગોંગનો અર્થ વિશાળ લંબગોળ તળાવ એવો થાય છે. લગભગ ૭૦૦ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ ભારત ઉપરાંત તિબેટ અને ચીનનાં વિસ્તારોને પણ આવરી લે છે.
ભારતની કાશ્મીર સરહદે એક એવું અજાયબ તળાવ આવેલું છે. પાનગોંગનો અર્થ વિશાળ લંબગોળ તળાવ એવો થાય છે. લગભગ ૭૦૦ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ ભારત ઉપરાંત તિબેટ અને ચીનનાં વિસ્તારોને પણ આવરી લે છે.
૫ કિલોમીટર પહોંળુ અને ૧૩૪ કિલોમીટર લાંબું આ તળાવ શિયાળામાં જામીને બરફની વિશાળ પાટ બની જાય છે. ભારત અને ચીન સરહદની લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ આ તળાવની વચ્ચેથી પસાર થાય છે. હિમાલયની પર્વતમાળામાં ૧૪૨૭૦ ફૂટની ઊંચાઈએ આવેલા આ તળાવની આસપાસ વનસ્પતિ બહુ ઓછી છે. તળાવમાં માછલી કે અન્ય જળચરોની વસતી નથી. ઉનાળામાં આ તળાવમાં યાયાવરી પક્ષીઓ જોવા મળે છે. લદાખના લેહથી આ તળાવ પર જઈ શકાય છે.
સૌજન્ય: gujaratsamachar