ફિલ્મોમાં અવાજની વધુ ગુણવત્તાવાળી ડોલ્બી સાઉન્ડ
સિસ્ટમ જાણીતી છે. ડોલ્બી સિસ્ટમ
૧૯૬૭માં રેમન
ડોલ્બી નામના અમેરિકને શોધેલી. ફિલ્મના સાઉન્ડમાંથી બિનજરૃરી ઘોંઘાટ આ સિસ્ટમ દૂર કરે છે. ફિલ્મના શુટિંગ દરમિયાન અવાજનું રેકોર્ડિંગ કરતી વખતે યંત્રોના ઝીણા અવાજ, પવનના સુસવાટા, પંખા કે એ.સી.ના સૂક્ષ્મ અવાજ પણ રેકોર્ડિંગમાં સામેલ થાય અને મૂળ
અવાજને અસર કરે.
ડોલ્બી સિસ્ટમ એક એવી ચીપ છે કે જે રેકોર્ડિંગ થયેલા અવાજને ચાળીને બિનજરૃરી ઘોંઘાટ દૂર કરી મૂળ અવાજને ચોખ્ખો કરે છે. ડોલ્બી સિસ્ટમના ઉપયોગથી અવાજનું રેકોર્ડિંગ સ્પષ્ટ અને અસરકારક થાય છે. મોટા ભાગના રેકોર્ડિંગમાં ડોલ્બી સિસ્ટમનો ઉપયોગ થાય છે.

સૌજન્ય: gujaratsamachar