Republic Day - 2019

05 January 2019

બપૈયો

બપૈયો (Common hawk cuckoo)
જૂનું પ્રચલિત નામ બ્રેઇન-ફીવર બર્ડ છે. સતત બોલીને માથાનો દુ:ખાવો બનતું હોય છે તેથી
કબૂતર જેટલા કદનું આ પક્ષી લાંબી, પાતળી ચાંચ ધરાવે છે. ઉપરથી રાખોડી અને સફેદ પેટાળવાળું આ પક્ષી નીચે કથ્થાઇ આડી રેખાઓની ભાત ધરાવે છે. પૂંછડીમાં પણ આડા પટ્ટા હોય છે. ભારતભરમાં વસે છે. ખોરાકમાં કાતરા (કેશવાળી ઇયળો), ફળો વગેરે આરોગે છે. માર્ચથી જૂન દરમ્યાન પ્રજનનકાળ હોય છે. બીજાં કોયલ કુળનાં પક્ષીઓની જેમ ઇંડાં લલેડાના માળામાં સરકાવી દે છે.

અષાઢે ધમધોરિયા ને, વાદળ ગાજે ઘોર બપૈયા પિયુ પિયુ કરે ને, મધરા બોલે મોર આ રાસડા પ્રમાણે ચોમાસામાં વાદળોના ગડગડાટ અને મોરના ટહુકા વચ્ચે બપૈયાનો વિરહનાદ સંભળાય છે. મહારાષ્ટ્રમાં તેના અવાજને પાઉસ આલા’ - વરસાદ આવ્યો તેમ અર્થઘટન કરે છે. કહેવાય છે કે ચાતક અને બપૈયા ચાંચ ખુલ્લી રાખીને વરસાદનું પાણી પીએ છે.
ડૉ. અશોક એસ. કોઠારી