હવામાં સ્થિર રહે તેવું હેલીકોપ્ટર બનાવવા માટે
ઘણા વિજ્ઞાનીઓએ પ્રયાસો કરેલાં.
પરંતુ ઉપયોગી થાય
તેવા પ્રથમ હેલીકોપ્ટરની શોધ રશિયાના આઈગોર સિકોસ્કીએ ઇ.સ.૧૯૧૦ માં કરેલી. તેને રોટો કોપ્ટર કહેતા. હેલિકોપ્ટરને હવામાં ઝળુંબી રાખવા માટે તેના મથાળે મુકેલો મોટો પંખો
મદદ રૃપ થાય છે.
આ પંખાના પાંખિયા સહેજ મરડીને ત્રાંસા કરેલા હોય છે. એટલે તે ઝડપથી ફરે ત્યારે તેની નીચેની હવા ઉપરની તરફ ધકેલાય છે. પંખાની સાથે હવા પણ ફરવા લાગે છે. એટલે પાંખોની નીચે હવાનું દબાણ સર્જાય છે. પંખાની ઉપરની હવા પણ ચક્રવાતની જેમ ફરતી હોય છે.
આ પ્રચંડ દબાણ હેલિકોપ્ટરને હવામાં ઉંચકે છે. પાઈલોટ પંખાના પાંખીયાનો મરોડ વધતો ઓછો કરીને હવાનું ઇચ્છિત દબાણ જાળવી શકે છે. પાંખો ઉપર અને નીચે હવાનું દબાણ સમાન થાય ત્યારે હેલિકોપ્ટર હવામાં સ્થિર રહે છે.

સૌજન્ય: gujaratsamachar