Republic Day - 2019

06 January 2019

વિશ્વનું અનોખું તંત્ર: ભારતીય રેલવે



સરકાર દ્વારા સંચાલિત ભારતીય રેલવે વિશ્વનું સૌથી મોટું નેટવર્ક છે. ,૨૭,૭૬૦ કિલોમીટરની કુલ લંબાઈ સાથે તે વિશ્વની ત્રીજા નંબરની રેલવે છે.

-
ભારતીય રેલમાં વર્ષે ૯૯૯૧ ટ્રેનમાં લગભગ ૮૦૦ કરોડ લોકો પ્રવાસ કરે છે. રેલવે ૭૧૭૨ સ્ટેશન ધરાવે છે. જાણીને નવાઈ લાગે પરંતુ કેટલાક નાના દેશોની કુલ વસતિ જેટલા પ્રવાસીઓ દરરોજ ભારતની ટ્રેનોમાં હોય છે.

-
ઉત્તરપ્રદેશના ગોરખપુર રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ વિશ્વનું સૌથી લાંબુ ૪૪૩૦ ફૂટ લંબાઈ ધરાવે છે.

ભારતીય રેલવેના મુંબઈનું છત્રપતિ શીવાજી ટર્મિનસ અને ભારતીય માઉન્ટન રેલવે યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામ્યા છે.

-
ભારતીય રેલવેમાં રોયલ રાજસ્થાન, પેલેસ ઓન વ્હિલ્સ, કર્ણાટકની ગોલ્ડન ચેરિયટ, દિલ્હીની મહારાજા એકસપ્રેસ અને મહારાષ્ટ્રની ડેક્કન ઓડેસી વેમ પાંચ વેભવી ટ્રેન છે.

-  
દિબ્રુગઢ થી કન્યાકુમારી વચ્ચે ચાલતી વિવેક એકસપ્રેસ ૪૨૭૨ કિલોમીટરની લંબાઈ ધરાવતો ટ્રેક સૌથી લાંબી છે.

પ્રવાસીઓ નિરાંતે ઉંઘ લઈ શકે તે માટે રેલવે કોચની ડિઝાઈન . ર્હ્ટઝની ધ્રુજારી આવે તે રીતે તૈયાર થાય છે.

-
ભારતીય રેલવેની સૌથી લાંબી ટનલ પીર પીંજાલ કાશ્મીરમાં આવેલી છે. તે ૧૧.૨૫ કિલોમીટર લાંબી છે.

ભારતીય રેલવેનો મસ્કોટ હાથમાં ફાનસ લઈને ઉભેલો ભોલુ હાથી છે.


સૌજન્ય: gujaratsamachar