Republic Day - 2019

06 January 2019

સિસ્મોગ્રાફનો શોધક જહોન મિલ્ને



ભૂકંપની તીવ્રતા માપવા માટેના સાધન સિસ્મોગ્રાફની શોધ પ્રાચીનકાળમાં ચીનમાં થઈ હતી. તે સાધનમાં એક કુંભની ટોચે ચાર દિશામાં લોખંડના ચાર વજનદાર ગોળા મૂકાતા. ભૂંકપ દરમિયાન આ ગોળા ગબડીને નીચે દેડકાના મોંમાં પડતાં. હાલમાં વ્યવહારમાં ઉપયોગી થતું સિસ્મોગ્રાફ જહોનમિલ્ને નામના વિજ્ઞાનીએ શોધેલું જેમાં એક ડ્રમ પર લપેટેલા કાગળ ઉપર જમીનની ધ્રુજારી પ્રમાણે સોય દ્વારા ગ્રાફ અંકિત થાય છે.

જહોન મિલ્નેનો જન્મ ઇ.સ.૧૮૫૦ ડિસેમ્બરની ૩૦ તારીખે બ્રિટનના લિવરપૂલમાં થયો હતો. કિંગ્સ કોલેજ લંડન અને રોયલ સ્કૂલ ઓફ માઇન્સ જેવી અગ્રણી સંસ્થાઓમાં અભ્યાસ કરી તે ભૂસ્તરશાસ્ત્રી બનેલો. તે ઇ.સ.૧૮૭૬માં જાપાનની સરકારે ટોકિયો ઇમ્પોરિયલ કોલેજમાં તેને સલાહકાર તરીકે નિમણૂક આપી. આ સમયે જાપાનના યોકોહામામાં પ્રચંડ ભૂકંપ થયો હતો.

જાપાનમાં રહીને મિલ્ને એ ભૂકંપના સંશોધનો કર્યા.તે જમીનમાં લોલકવાળુ સિસ્મોગ્રાફ વપરાતું. મિલ્નેએ અન્ય બ્રિટીશ વિજ્ઞાનીઓ સાથે મળી સિસ્મોગ્રાફ સોસાયટીની સ્થાપના કરેલી. આ સમયગાળામાં તેણે ચોકસાઇ પૂર્વક તીવ્રતા માપતું સિસ્મોગ્રાફ શોધ્યું. ત્યાર બાદ બ્રિટન આવી મોટી લેબોરેટરી સ્થાપી. વિશ્વભરમાં ભૂસ્તરશાસ્ત્રની લેબોરેટરીએ સ્થાપવામાં તેણે યોગદાન આપેલું. ઇ.સ.૧૮૯૫માં લંડનમાં લાગેલી મોટી આગમાં તેની લેબોરેટરી નાશ પામેલી. ઇ.સ.૧૯૧૩ ના જુલાઈ માસના ૩૧ તારીખે તેનું અવસાન થયેલું.

સૌજન્ય: gujaratsamachar