Republic Day - 2019

06 January 2019

પર્વતીય વિસ્તારની દાંતાવાળા ટ્રેકની અજાયબ રોક રેલવે



રેલગાડી સમાંતર ગોઠવેલા ટ્રેક પર ચાલે છે. સમતલ જમીનમાં સરળતાથી આગળ વધે પરંતુ પર્વતીય વિસ્તારોમાં ઢાળ ચઢવા માટે એન્જિનની શક્તિ ઓછી પડે. આવા વિસ્તારોમાં ઊંચાઈવાળા ઢાળ ચઢતાં એન્જિન પાછું ન પડે તે માટે ટ્રેકની વચ્ચે ત્રીજો દાંતાવાળો ટ્રેક રાખવામાં આવે છે.

એન્જિનના પૈડાં વચ્ચે ત્રીજું પૈડું હોય છે અને તેમાં દાંતા હોય છે. આ પૈડાના દાંતા ટ્રેકના દાંતા પર બંધ બેસતા હોય છે. એટલે એન્જિન પાછુ પડતું નથી. આમ રોક રેલવે ત્રણ ટ્રેકની હોય છે. આલ્પ્સ પર્વતમાળામાં તેમજ નોર્થ વેલ્સ અને માઉન્ટ વોશિંગ્ટનમાં રોક રેલવે જોવા મળે છે. રેલવેમાં ફિઝિકસના નિયમોનો ભરપૂર ઉપયોગ થયેલો છે.

સૌજન્ય: gujaratsamachar