Republic Day - 2019

05 January 2019

વેણીભાઈ પુરોહિત



 વેણીભાઈ જમનાદાસ પુરોહિત (૧-૨-૧૯૧૬, ૩-૧-૧૯૮૦): કવિ, વાર્તાકાર. જન્મ જામખંભાળિયામાં. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં, માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં. વ્યવસાયાર્થે મુંબઈમાં બે ઘડી મોજમાં જોડાયા. ૧૯૩૯થી ૧૯૪૨ સુધી અમદાવાદમાં પ્રભાતદૈનિક, ‘ભારતીય સાહિત્ય સંઘઅને સસ્તું સાહિત્યમાં પ્રૂફ રીડીંગ. ૧૯૪૨ની લડતમાં દશ માસ જેલવાસ. ૧૯૪૪થી ૧૯૪૯ સુધી પ્રજાબંધુઅને ગુજરાત સમાચારમાં પત્રકાર. ૧૯૪૯થી જીવનના અંત સુધી મુંબઈમાં જન્મભૂમિદૈનિકમાં. મુંબઈમાં અવસાન.

તેમણે ગીત, ભજન, ગઝલ, સોનેટ, મુક્તક તેમ જ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્યપ્રકારો અજમાવ્યા છે. બાળવયે વતનમાં મળેલા સંગીતના સંસ્કારો એમના ગીતોમાં શબ્દ-સંગીતની સૂક્ષ્મ સૂઝ સાથે પ્રગટ થયા છે. ભજનોમાં તળપદી વાણીની બુલંદતા, પ્રાચીન લય-ઢાળોની સહજ હથોટી અને ભક્તિ તથા ભાવનાભર્યું સંવેદનતંત્ર એમને સિદ્ધિ અપાવે છે.

સૌજન્ય : gujaratisahityaparishad