Republic Day - 2019

05 January 2019

વિજયરાજ વૈધ



 વિજયરાય કલ્યાણરાય વૈદ્ય, ‘વિનોદકાન્ત’ (૭-૪-૧૮૯૭, ૧૭-૪-૧૯૭૪): વિવેચક, જીવનચરિત્રકાર, નિબંધલેખક, આત્મકથાકાર. જન્મ ભાવનગરમાં. ૧૯૨૦માં મુંબઈની વિલ્સન કૉલેજમાંથી અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૨૦-૨૧માં મુંબઈની સર લલ્લુભાઈ શામળદાસ બેન્કમાં કેશિયર. ૧૯૨૧-૨૨માં મુંબઈના હિન્દુસ્તાનસાપ્તાહિકના તંત્રી અને દૈનિકના સહતંત્રી. આ પછી કનૈયાલાલ મુનશીના નિમંત્રણથી ગુજરાતના કાર્યકારી તંત્રી અને વ્યવસ્થાપક. ૧૯૨૨-૨૪ દરમિયાન સાહિત્ય સંસદના મંત્રી. ૧૯૩૭થી ૧૯૫૨ સુધી એમ.ટી.બી. કૉલેજ, સુરતમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૬૫માં સુરત ખાતે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં વિવેચન વિભાગના અધ્યક્ષ. અખિલ હિંદ પી.ઈ.એન. કેન્દ્રના સ્થાપક સભ્યો પૈકીના એક. ૧૯૩૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૬૨માં નર્મદ સુવર્ણચંદ્રક.

વિરલ પત્રકારત્વ, સર્જનાત્મક દૃષ્ટિકોણ ધરાવતા વિવેચનો, ગુજરાતી સાહિત્યનો સળંગ ઇતિહાસ આપવાનો પ્રયત્ન, ‘વિનોદકાન્તઉપનામથી લખેલી વિનોદપૂર્ણ, કટાક્ષપ્રધાન અને આત્મલક્ષી નિબંધિકાઓ તેમનો વિશેષ છે.

સૌજન્ય : gujaratisahityaparishad