Republic Day - 2019

06 January 2019

કોલકાતાનું ભવ્ય વિકટોરિયા મેમોરિયલ



કોલકાતામાં બ્રિટનના મહારાણી કિવન વિકટોરિયાની સ્મૃતિમાં અંગ્રેજ શાસન દરમિયાન બંધાયેલું આરસપહાણ જ સુંદર ભવ્ય સ્મારક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

વિકટોરિયા મેમોરિયલ ૧૯૨૧માં બંધાઈને તૈયાર થયેલું. હુગલી નદીના કિનારે આવેલું આ મહાલય ૧૦૩ મીટર લાંબુ, ૬૯ મીટર પહોળુ અને ૫૬ મીટર ઊંચું છે. સમગ્ર મહેલ કર્ણાટકના સફેદ આરસથી બનેલો છે. વચ્ચેનો મુખ્ય ઘુમ્મટ ૪.૯ મીટરનો છે. મહેલમાં સંખ્યાબંધ ભવ્ય શિલ્પ કૃતિઓ છે. ભારતમાં તાજમહેલ પછી સુંદર ઇમારતોમાં આ મહેલનો બીજો ક્રમ આવે.

મેમોરિયલને ૨૫ ગેલેરી છે. રોયલ ગેલેરી, પોટ્રેટ ગેલેરી, શસ્ત્રોની ગેલેરી એમ તમામ ગેલેરીઓમાં જોવાલાયક ચીજોનો સંગ્રહ છે. રોયલ ગેલેરીમાં મહારાણીના જીવનકાળ અંગેના ભવ્ય ચિત્રો અને શિલ્પો છે. કોલકાતા ગેલેરીમાં કોલકાતાના ઇતિહાસ સાથે સંકળાયેલી ચીજ-વસ્તુઓ અને ચિત્રો છે. મેમોરિયલની ફરતે ૬૪ એકરમાં ભવ્ય બગીચો છે. ૨૧ માળી આ બગીચાની સારસંભાળ રાખે છે.

સૌજન્ય: gujaratsamachar