Republic Day - 2019

06 January 2019

સજીવ સૃષ્ટિનો કુદરતી આધાર: નાઈટ્રોજન ચક્ર



પૃથ્વી પરના વાતાવરણમાં ઓકસીજન, કાર્બન ડાયોકસાઈડ, નાઈટ્રોજન સહિત ઘણા બધા વાયુ હોય છે. તેમાં સૌથી વધુ ૮૦ ટકા નાઈટ્રોજન વાયુ છે. વનસ્પતિથી માંડીને મનુષ્ય સહિતના સજીવોને જીવવા માટે નાઈટ્રોજનની જરૃર પડે જ પરંતુ હવામાં રહેલો ૮૦ ટકા નાઈટ્રોજન આ કામમાં આવતો નથી.

આપણે શ્વાસમાં લીધેલી હવામાં ઘણો નાઈટ્રોજન હોય પણ તેનો કોઈ જ ઉપયોગ નથી. પ્રાણી અને મનુષ્યો પોતાના શરીરમાં જરૃરી નાઈટ્રોજન ખોરાકમાંથી મેળવે છે. અનાજ, ફળો, શાકભાજી વગેરે વનસ્પતિ જ ખોરાકમાં નાઇટ્રોજન હોય છે. વનસ્પતિમાં નાઈટ્રોજન જમીનમાંથી તેના મૂળિયા દ્વારા શોષાય છે. જમીનમાં રહેલા બેકટેરિયા નાઈટ્રોજનને નાઇટ્રેટમાં ફેરવે છે અને આ નાઈટ્રેટ વનસ્પતિનો ખોરાક છે. તેમાંથી અનેક જીવન ઉપયોગી રસાયણો બને છે.

સજીવસૃષ્ટિના જીવન માટે કુદરતે નાઈટ્રોજનનું એક ચક્ર બનાવ્યું છે. પ્રાણીઓ વનસ્પતિ ખાઈને નાઈટ્રોજન મેળવે અને મળ દ્વારા જમીનને પાછો આપે. પ્રાણી મૃત્યુ પામે ત્યારે તેના શરીરનો નાઈટ્રોજન પણ જમીનમાં ભળે. વનસ્પતિના પાન ખરીને જમીન પર પડે તેમાંનો નાઈટ્રોજન પણ જમીનમાં જ શોષાય. આમ નાઈટ્રોજન પ્રાણીઓના શરીરમાંથી જમીનમાં, જમીનમાંથી વનસ્પતિમાં અને વનસ્પતિમાંથી ખોરાક દ્વારા ફરી પ્રાણીઓના શરીરમાં ફર્યા કરે છે. આમ સૃષ્ટિનું ચક્ર ચાલ્યા કરે છે. વિજ્ઞાનીઓ તેને નાઈટ્રોજન સાયકલ કહે છે.

સૌજન્ય: gujaratsamachar