દરિયાકિનારે
નાળિયેર, તાડ અને સોપારીના ઊંચા વૃક્ષો જોવા મળે.
વિશ્વભરના દરિયાકાંઠાઓ
પર નાળિયેરી અને
ખજૂરી વગેરે તો જોવા મળે જ. ખારા પાણીની આ વનસ્પતિ મીઠાં ફળ આપે છે. તેમાં ય ઘણી વિવિધતા છે.
માલદીવના ટાપુઓ પર થતાં નાળિયેરી જેવા કોકો દ મેર ના વૃક્ષ પર મોટા કદનાં બે નાળિયેર જોડીને બનેલું એક મોટું ફળ થાય છે. આ ફળનું બીજ વિશ્વમાં સૌથી મોટા કદનું છે.
માલદીવના ટાપુઓ પર થતાં નાળિયેરી જેવા કોકો દ મેર ના વૃક્ષ પર મોટા કદનાં બે નાળિયેર જોડીને બનેલું એક મોટું ફળ થાય છે. આ ફળનું બીજ વિશ્વમાં સૌથી મોટા કદનું છે.
કોકો દ મેર એક વિશિષ્ટ વૃક્ષ છે. વૃક્ષ ૨૫ થી
૩૦ મીટર ઊંચુ હોય છે. તેના પાન
સાત મીટર લાંબા
હોય છે. તેમાં એક મીટર લાંબા ફૂલ બેસે છે. આ રાક્ષસી કદના વૃક્ષ પર છ થી સાત વર્ષે ફળો બેસે છે. આ
ફળને પાકીને મોટું થતાં બે વર્ષ
લાગે છે. બે
વર્ષમાં પાકેલું કોકો દ મેર ૧૭ થી ૨૦ કિલો વજનનું કદાવર ફળ બને છે. ૪૦ થી ૫૦ સેન્ટીમીટર લંબગોળ આ ફળ ઉપર
નાળિયેર જેવી કાચલી હોય છે તેમાં
ત્રણ કે ચાર બીજ
હોય છે. તે પણ મોટા કદનાં હોય છે.
કોકો દ મેરના ફળો
દરિયાના પાણીમાં તરતાં
રહે છે. ઇ.સ.૧૭૬૯માં કેટલાક ખલાસીઓની પ્રથમ વાર નજરે પડેલું. આ ફળની આસપાસ અનેક દંતકથાઓ
વણાયેલી છે. ખલાસીઓ તેને સેતાનનું
ફળ પણ કહેતા.
સૌજન્ય : gujaratsamachar