Republic Day - 2019

02 January 2019

કમ્પ્યુટરના કી બોર્ડનું અવનવું



કમ્પ્યુટરનું કી બોર્ડ ઇનપૂટ માટેનું મહત્વનું સાધન છે.  તેમાં ટાઈપ કરવા ઉપરાંત અનેક શોર્ટકટ દ્વારા ઘણી ક્રિયાઓ સરળ બનાવવાની સુવિધા છે. સામાન્ય રીતે કી બોર્ડમાં ૮૦ થી ૧૧૦ કીકેપ હોય છે. જેમાં ટાઈપિંગ, નંબર અને કન્ટ્રોલ કી હોય છે. 
કી બોર્ડની ટાઈમિંગ કીની ગોઠવણી જૂના ટાઈપ રાઈટર જેવી જ હોય છે. તેમાં બારાક્ષરી ટાઈપ કરી શકાય છે. અસંખ્ય ભાષાઓ ટાઇપ કરવાની સુવિધા હોય છે. ટાઈપ કીની ગોઠવણી બંને હાથની આંગળીઓને અનુકૂળ પડે તેવી હોય છે.

તેમાં અક્ષરોના વપરાશની માત્રા પણ ધ્યાનમાં લીધી છે. મુખ્ય કીબોર્ડની બાજુમાં ૧૭ કી વાળું ન્યુમરિક બોર્ડ કંમ્પ્યુટરની શોધ પછી જોડાયું તેનો ઉપયોગ અંક ટાઈપ કરવા અને ગણતરી કરવા થાય છે.
કીબોર્ડ પણ નાનું કમ્પ્યુટર જ છે. તેમાં માઇક્રો પ્રોસેસર અને કન્ટ્રોલર હોય છે. તેને મેટ્રિકસની સર્કિટ કહે છે. કોઈ પણ કી દબાવો તો તેની નીચેની સર્કિટ પૂર્ણ થઈને વીજપ્રવાહ દ્વારા સિગ્નલ કમ્પ્યુટરમાં જાય છે. કીને નીચે રબરનું પડ અને તેની નીચે ત્રણ 
સ્તરવાળુ પ્લાસ્ટિકનું પડ હોય છે. તેમાં કાર્બનનું પડ વીજપ્રવાહની સર્કિટ પૂરી કરવાનું કામ કરે છે. જો કે હવે વાયરલેસ કી બોર્ડ પણ શોધાયા છે.

સૌજન્ય : gujaratsamachar