સમુદ્રી જીવોમાં શાર્ક સૌથી વધુ હિંસક અને વિકરાળ માછલી છે. તેની ઘણી જાત છે.
દરેક જાતની શાર્ક જુદી જુદી અજાયબ વિશેષતા ધરાવે છે.
ગ્રેટ વ્હાઇટ શાર્કના જડબા ભીડાય ત્યારે દસ ચોરસ ઇંચે ૩૦ ટન જેટલું દબાણ કરે
છે. લોખંડની વસ્તુને પણ કચડી નાખે છે.
ટાઈગર શાર્કના દાંત મોં બંધ હોય ત્યારે સરકીને પેઢામાં ઉતરી જાય છે. મોં ખોલે
ત્યારે દાંત બહાર આવે છે.
લેમન શાર્કના દાંત દર અઠવાડિયે પડી જાય અને નવા ઊગે છે.
બાસ્કિંગ શાર્કના દાંત
કાંસકા જેવા હોય છે. તે પાણીનો મોટો કોગળો ભરીને જડબું બંધ કરે એટલે પાણી બહાર નીકળી જાય અને તેમાં
રહેલી માછલીઓ તેનાં મોંમાં જ રહે
છે.
કદાવર શાર્કના શરીરમાં હવાની કોથળી હોતી નથી એટલે તેને સતત તરતાં રહેવું પડે, અટકે તો ડૂબી જાય.
શાર્કનાં બચ્ચાં ગર્ભમાં હોય ત્યારે એક બીજાને ખાઈ જાય છે. બાકીના ૧૦ થી ૧૨
બચ્ચાં જ જન્મે છે તે પાંચ ફૂટ લાંબા હોય છે.
શાર્ક વિશ્વભરના સમુદ્રમાં પ્રવાસ કરે છે તે ૭૦ કિલોમીટરની ઝડપે તરે છે.
શાર્કની આંખો, નાક અને કાન, શક્તિશાળી હોય છે. તે આંખોથી અનેક રંગ
પારખી શકે છે. દૂરના અવાજ સાંભળી
શકે છે. અને ઘણે દૂરથી લોહીની ગંધ પારખી શકે છે.
સૌજન્ય : gujaratsamachar