માર્ક ટ્વેઇન
એક લેખકે પાડોશીના ઘેર
જઈને તેની પાસે રહેલા સારા પુસ્તકો વાંચવા માગ્યા. પાડોશીએ કહ્યું, હું કોઈને ઉછીનું
આપતો નથી. તમારે વાંચવા જ હોય તો અહીં બેસીને વાંચી શકો છો. બીજા જ મહિને પેલો
પાડોશી લેખકના ઘરે ઘાસ કાપવાનું મશીન લેવા ગયો. લેખકે કહ્યું, હું ઉછીનું આપતો
નથી. ઘાસ કાપવું જ હોય તો મારા બગીચામાં બેસીને તમે કાપી શકો છો!.. આ કોમિક કરનારા
અને ચિક્કાર હ્યુમર-સટાયર સર્જનારા લેખકનું નામ સેમ્યુઅલ લેન્ગહોર્ન ક્લેમેન્સ.
જેમને આપણે માર્ક ટ્વેઇનના નામે ઓળખીએ છીએ.
માર્કનો જન્મ ૧૮૩૫માં
ફ્લોરિડા, મિસુરીમાં થયો હતા.
તેઓ હાસ્યલેખક ઉપરાંત પબ્લિશર, એન્ટરપ્રેન્યોર તથા લેકચરર પણ હતા.
તેમની પહેલી નોવેલ
૧૮૭૩માં 'ધ ગિલ્ડેડ એજ:
ટેલ ઓફ ટુડે' હતી. તેમણે ઘણી
ટૂંકી વાર્તાઓ લખી છે. માર્કની નવલકથાઓના અદ્ભુત પ્રવાસ વર્ણનોથી તેમને આં.રા.
ખ્યાતિ પ્રાપ્તિ થઇ. તેમના વન-લાઈનાર્સ આજે પણ રેલેવન્ટ છે. જે સોશિયલ મીડિયા પર
જોઈ શકાય છે.
સેમ્યુઅલ ક્લેમેન્સે 'માર્ક ટ્વેઇન' તેમજ 'જોશ'-'થોમસ જેફર્સન
સ્નોડગ્રાસ'ના નામે પણ
લખ્યું છે. ૨૧ એપ્રિલ, ૧૯૧૦નાં રોજ
તેમનું મૃત્યુ થયું હતું.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia