દાંતનું માળખું :
દરેક દાંતનાં મુખ્ય બે
ભાગો હોય છે. દાંતનો ઉપરનો ભાગ જે તમે જોઈ શકો છો અને મૂળ જે તમારા પેઢા નીચે
ઢંકાયેલ હોય છે. દાંતનાં મૂળનો ભાગ દાંતની કુલ લંબાઈનાં ૨/૩ ભાગનો હોય છે. પુખ્ત
વયની વ્યક્તિને કુલ ૩૨ કાયમી દાંત હોય છે જેમાં ડહાપણની દાઢનો પણ સમાવેશ થાય છે.
દરેક દાંત ચાર જુદી જુદી પેશીઓનો બનેલો હોય છે.ઈનેમલ, જે મજબૂત સફેદ
આવરણ છે. આ આવરણ ચાવવાથી થતા ઘસારા સામે દાંતને રક્ષણ આપે છે.
ડેન્ટિન, જે દાંતની ઉપરનાં
ઈનેમલને આધાર આપે છે. તે પીળાશ પડતું હાડકાં જેવા બંધારણનું તથા ઈનેમલ કરતાં નરમ
હોય છે. તેની અંદર સંવેદના તંતુ હોય છે. જે દાંતની અંદર થતી તકલીફની જાણ કરે છે.
પલ્પ જે દાંતનો મધ્ય ભાગ
છે. તે નરમ પેશી છે. જેમાં રક્ત તથા લસિકાવાહિનીઓ તથા સંવેદના તંતુ હોય છે. પલ્પ
દ્રારા દાંત પોષણ મેળવે છે તથા મગજને સંદેશાઓનું વહન કરે છે.
સિમેન્ટમ જે દાંતનાં
મોટાભાગનાં મૂળને આવરી લે છે અને દાંતને જડબાનાં હાડકાં સાથે જોડવામાં મદદ કરે છે.
સિમેન્ટમ અને જડબાનાં હાડકાં વચ્ચે આવેલાં ગાદીમય સ્તરને પેરીઓડોન્ટલ લિગમેન્ટ
કહેવાય છે જે તે બંને ને જોડવામાં મદદ કરે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia