સોનેરી નોળિયો (Ruddy Mongoose)
નોળિયો આપણી કથા-દંતકથા અને
માન્યતાઓમાં ઘણું આગવું સ્થાન ધરાવે છે. અગાઉના સમયમાં
મદારીઓએ પણ તેનો ભરપુર ઉપયોગ કર્યો છે. નોળિયા અને સાપની
લડાઈમાં એક એવી માન્યતા છે કે લડાઈ દરમ્યાન થોડી થોડીવારે કોઈ વનસ્પતિ સૂંઘી આવે
અને નોળિયાને ઝેરની અસર ન થાય. પરંતુ જાણકારોનું એવું માનવું છે કે હકીકતમાં
એવી કોઈ જડીબુટ્ટી નથી કે સપનું ઝેર ચડે નહિ. પણ નોળિયાની
ચામડી એટલી ઝાડી છે કે તેને સાપની દાઢ અસર કરતી નથી. બીજું એ કે
નોળિયો બહુ સ્ફૂર્તિલું પ્રાણી છે અને સાપના હુમલાને ચપળતાથી ચુકાવી દે છે.