Openbill stork : ફાટી ચાંચ ઢોંક
ચાંચ લાંબી અને
વિશિષ્ટ પ્રકારની. મૂળથી આગળ જતાં ચાંચના બે ફાડિયા વચ્ચે ખાલી જગ્યા. તેનાં લીધે
તેનું નામ ફાટી ચાંચ ઢોંક પડ્યું છે. કદમાં બધાં ઢોંક બગલામાં સૌથી નાનો. મુખ્ય
રંગ આછો રાખોડી સફેદ. પીઠનો ઉપલો ભાગ, પાંખ અને પૂંછડી લીલાશ પડતાં કાળાં. ચાંચ
લીલાશપડતી રાખોડી. પગ લીલા. નર-માદા સરખાં. બચ્ચાં ધુમાડિયા કાળા.
તળાવો અને છીછરા
પાણીવાળા કાદવિયા વિસ્તારો વગેરે સ્થળોએ દેખાય. સૌરાષ્ટ્ર કરતાં તળ ગુજરાતમાં ઠીક
ઠીક વ્યાપક.
પ્રકૃતિ પરિચય
શ્રેણી ભાગ.૧ માંથી સાભાર