Republic Day - 2019

19 April 2019

નીલગાય

પવિત્ર નીલગાય :
 
ઘોડા જેવું પરંતુ થોડું બેઢંગુ શરીર છલાંગ મારીને દોડતાં, વાડ ટપાવીને કૂદતાં પ્રાણીઓ- એ નીલગાય. ગુજરાતીમાં રોઝ, રોઝડાં તરીકે પણ પ્રખ્યાત છે. શાસ્ત્રીય નામ Boselaphus tragocamelus છે. ઘેરા રાખોડી રંગનો નર પર થી ૫૬ ઇંચ ઊંચો (૧૩૦-૧૪૦ સે.મી) હોય છે.

આછા ઘઉવર્ણા રંગની માદા કદમાં ઠીંગણી હોય છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પં.બંગાળ, રાજસ્થાન, હિમાલયની તળેટીનાં તેરાઇના જંગલોથી માંડીને કર્ણાટક સુધી આ પ્રાણીઓ દેખાય છે હરણાંઓની ટોળીનાં સભ્ય છે. હિંદુઓ ગાયની જેમ નીલગાયને પવિત્ર ગણતા હોઇ તેને રક્ષણ આપે છે. ઘાસિયા મેદાનો, ટેકરીઓ અને વગડામાં ગાઢ જંગલોથી દૂર રહે છે. જરાપણ ભયસૂચક સંકેત મળતાં છલાંગ મારીને ભાગે છે.

ખેતરોમાં નૂકસાન કરે છે સવાર સાંજ ચારો ચરે છે. બોરડીઓનાં પાન, ફળ વગેરે આરોગે છે. રીંછ વગેરે બીજા પ્રાણીઓની જેમ નીલગાય પણ મહુડાનાં નીચે પડેલાં ફળો આરોગે છે અને નશામાં ઝૂમે છે. પાંચ-દસ કે કોઇવાર વીસનાં ટોળામાં ફરે છે. નરનાં ગળામાંથી કડક કેશવાળીનું ઝૂમખું ફુમતાંની જેમ લટકતું હોય છે. બન્નેમાં ગાતા ઉપરની બાજુ કાળા વાળ હોય છે. નાનકડાં આગળ વળેલાં શીંગડા નરમાં જ હોય છે. શરૂઆતમાં ત્રીકોણીયા હોય છે. છેડા પાસે ગોળ હોય છે નીલગાય લાંબા સમય સુધી પાણી વગર રહી શકે છે. તેમની વિષ્ટાનો ઢગ એક જ જગ્યાએ થયેલો જોવામાં આવે છે. માદા અઢી વર્ષની ઉંમર થતાં પરીપકવ થાય છે. નર સાથે સમાગમ કરવા માંડે છે. આઠ-નવ મહિનાનાં ગર્ભકાળ પછી એક કે બે બચ્ચાં જન્મે છે.

નર-માદા બંન્નેમાં ગાલ ઉપર સફેદ ટપકાં હોય છે અને ગળા ઉપર સફેદ ચકતું હોય છે

ઉત્તર ગુજરાતમાં રાજ્યોનાં વિલિનીકરણ પહેલાં થરાદમાં વાઘેલા રજપૂતોનું રાજ્ય હતું. ૧૫૦ ગામનું રજવાડું હતું. છેલ્લા રાજા ભિમસિંહજીનાં સમયમાં તેમની હદમાં નીલગાયનો શિકાર કરવા આવેલો થરાદ ઠાકરે તેમને નીલગાયનો શિકાર કરવાની મના કરી હતી. અને અંગ્રેજોની ખોફગી વહોરી હતી.
સસ્નેહ -ડૉ. અશોક એસ. કોઠારી