વનસ્પતિની અજાયબી સૂર્યમુખીનું ફૂલ
સૂર્યમુખીનું ફૂલ અનેક નાના ફૂલોના સમુહનું બનેલું છે. વચ્ચેથી એક ફૂલની આસપાસ પીળી પાંદડીવાળા અનેક ફૂલ ચક્રાકાર ગોઠવાઈને એક મોટું ગોળાકાર ફુલ બન્યું છે. આ ફૂલ હંમેશાં સૂર્ય તરફ જ મોં રાખે છે. તેથી તેને સૂર્યમુખી કહે છે. તેના વિશે વધુ વાતો પણ જાણવા જેવી છે.
સૌથી મોટા સૂર્યમુખીનો છોડ ૧૦ ફૂટ ઊંચો હોય છે તેના પર ટોચે લગભગ ૧૧ ઈંચ વ્યાસનું ફૂલ બેસે છે.
સૂર્યમુખી ઘણી ઝડપથી વિકાસ પામે છે. છ માસમાં જ તે ૮ થી ૧૨ ફૂટ ઊંચો થઈ જાય છે.
જર્મનીમાં ૨૭ ફૂટ ઊંચા સૂર્યમુખીનો છોડનો વિશ્વવિક્રમ નોંધાયો છે.
ચિત્રકારોમાં સૂર્યમુખીનું ફૂલ પ્રિય છે. તેની ડિઝાઈનમાં ચોક્કસ નિયમો જળવાયા છે. રિંગ આકારે ગોઠવાયેલા નાના ફૂલો એકબીજા સાથે ૧૩૭.૫ અંશને ખૂણે હોય છે. જમણેથી શરૂ કરતાં ૩૪ રિંગ અને ડાબેથી બીજી ૫૫ રિંગ થઈને એક ફૂલ બન્યું છે.
સૂર્યમુખી બે પ્રકારનાં થાય છે. એક જાતના સૂર્યમુખીના બીજનું તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે.
જર્મનીમાં સૂર્યમુખીના બીજનો લોટ બ્રેડ બનાવવામાં વપરાય છે તે ઉપરાંત અનેક ઔષધોમાં વપરાય છે.
સૂર્યમુખી ઝેરનું શોષણ કરે છે. જમીન તેમજ પાણીમાંથી સીસું, આર્સેનિક કે યુરેનિયમ શોષી લે છે.
સૂર્યમુખીના ફૂલ સૂર્ય તરફ મોં રાખે છે તે ક્રિયાને 'હેલિયોટ્રીવિઝમ' કહે છે. જો કે દરેક ફૂલમાં આ લક્ષણ હોતાં નથી.
સૌજન્ય : gujaratsamachar