Republic Day - 2019

06 April 2019

રાયણ

વનસ્પતિ પરિચય : રાયણ

રાયણ મધ્યમ કદનું, ઘટાદાર સદાપર્ણી વૃક્ષ છે, જેનાં ફળ પણ સામાન્ય રીતે રાયણ તરીકે ઓળખાય છે. રાયણના વૃક્ષને થોડો સુકો વિસ્તાર પણ ઉગવા માટે માફક આવે છે. આ વૃક્ષ ૪૦ થી ૮૦ ફુટની ઊંચાઇ સુધી વધી શકે છે. થડનો ઘેરાવો ૧ થી ૩ મીટર સુધીનો થઇ શકે છે. રાયણના વૃક્ષના ફળને રાયણ કોકડી, રાયણાં (દ. ગુજરાત) અથવા રાણકોકડી કહે છે. એ ચીકુના કુટુંબનુ ફળ છે. પાકાં ફળ પીળા રંગના ખૂબ જ મીઠાં, પૌષ્ટિક, ચિકાશયુક્ત દૂધથી ભરેલા અને સ્વાદિષ્ટ હોય છે. ફળને સૂકવીને લાંબો સમય સાચવી શકાય છે. વૃક્ષ ખૂબ ખડતલ અને ટકાઉ હોય છે. રાયણના છોડ પર ચીકુની કલમ ચડાવવામાં આવે છે. હિન્દી ભાષામાં આ વૃક્ષને "ખિરની" કહે છે, જ્યારે અંગ્રેજી ભાષામાં સેલોન આયર્નવુડ ટ્રી (Ceylon Ironwood Tree) કહેવાય છે. (SARAS : આપણું ગામ) રાયણના વૃક્ષની છાલ ચીકણી હોય છે. રાયણનાં ફળ કાચાં લીલા રંગનાં અને પાકી જાય ત્યારે પીળા રંગના હોય છે.
રાયણના ફળ ખૂબ જ પૌષ્ટિક છે. તેના ફળમાં સામાન્ય રીતે નીચે પ્રમાણેના તત્વો જોવા મળે છે.
પ્રતિ 100 ગ્રામ
ભેજ - 68.6 %
કેલ્શિયમ - 83 મિલિગ્રામ
રિબોફ્લેવિન - 0.8 મિગ્રા
નાઇટ્રોજન - 0.5 મિગ્રા
ફોસ્ફરસ - 17 મિગ્રા
નીયાસીન - 0.7 મિગ્રા
કાર્બોહાઇડ્રેટ - 27.7 %
આયર્ન - 0.9 મિગ્રા
ચરબી - 2.4 %
થાયામીન - 0.07 મિગ્રા
વિટામિન સી - 16 મિગ્રા
શક્તિ- કેલરી - 134 કેલરી
માહિતી : SARAS : આપણું ગામ