Republic Day - 2019

21 April 2019

Brahminy myna

સુમધુર અવાજની મલ્લિકા બ્રાહ્મણી મેના:

  
આ પક્ષી કદમાં કાબરથી થોડું નાનું છે. પીઠ રાખોડી રંગની. નર માદા દેખાવે લગભગ સરખાં હોય છે. માદાની માથા ઉપરની ચોટલી નર કરતાં ટૂંકી હોય છે. ચોટલી પાછળ પડેલી હોય છે. ઊંચીનીચી પણ કરી શકે છે. ચાંચનો રંગ મૂળમાં ભૂરો અને બાકીનો પીળો હોય છે. છાતી નીચેનો ભાગ વગેરે ભગવા અથવા પીળા રંગનાં હોય છે. પગ પીળા હોય છે. આંખો ઓછી રાખોડી હોય છે. આ પક્ષીઓ તેમનાં મીઠા મધુરા આવાજથી પ્રખ્યાત છે, ઉનાળામાં અને ચોમાસામાં તેનું સંગીત દિલને ખુશખુશાલ કરી નાંખે છે. માનવ સહવાસ તેને પસંદ છે. પાળેલી બ્રાહ્મણી મેના એક વર્ષમાં હળીમળી જાય છે. આ પક્ષીને પાણીમાં છબછબિયાં કરીને ન્હાવાનો અત્યંત શોખ છે. તેથી જ આ સાફસુથરા પક્ષીનું નામ બ્રાહ્મણી મેના પડયું છે.

સમગ્ર ભારતમાં વસે છે. સ્થાનિક સ્થળાંતર પણ કરે છે. ખોરાકમાં ફળ, ટેટા અને કીટકો આરોગે છે.


મે-જુલાઈ તેનો પ્રજનનકાળ છે. તે દરમ્યાન સંગીત પરાકાષ્ઠાએ હોય છે. ઘાસ, ચીંથરા વગેરે દિવાલનાં બાકોરામાં અથવા વૃક્ષની બખોલમાં પાથરી માળો બનાવે છે. ખંડેર કે બિનવપરાશી ઈમારતમાં પણ માળો ચણે છે. તેમાં આછા ભૂરા રંગનાં ૩-૪ ઈંડા મૂકે છે. બ્રાહ્મણી મેનાને આ ઋતુમાં જુઓ તો હવે ઓળખી જશો ને!

સાભાર : આપણા કલ્યાણ મિત્રો - ડૉ. અશોક એસ. કોઠારી