Republic Day - 2019

13 April 2019

Asian Dowitcher

Asian Dowitcher :

જામનગરમાં મળ્યું અલભ્ય પક્ષી... એશિયન ડોવિચર.... જામનગર એટલે દેશ-વિદેશના પક્ષીઓનું યાત્રાધામ. શિયાળાની શરૂઆતથી અંત સુધીદેશ-વિદેશના ૩૫૦થી વધુ પ્રજાતિના અને ખાસ કરીને દરિયાઈ અને મીઠા પાણીના પક્ષીઓની સમૃદ્ધતા ધરાવતા જામનગરના અનેક વિસ્તારો પક્ષીઓ માટે સ્વર્ગ સમાન બની રહેતા હોય છે. ૨૦૧૮ના અંતિમ દિવસે જામનગરના વાઈલ્ડ લાઈફ તસવીરકાર રાજદીપસિંહ જાડેજાને જામનગર નજીકના ખારા પાણીવાળા વિસ્તારમાં ૩૪થી ૩૬ સે.મી.કદનું નાનાં ગડેરા જેવું દેખાતું એશિયન ડોવિચર પક્ષી મળી આવેલ. આ પક્ષી ભારતમાં ખૂબ જ ઓછું જોવા મળતું હોવાથી તેનું સ્પોટ થવું અગત્યનું મનાય છે. જામનગરમાં વર્ષ -૨૦૦૦ અને ત્યારબાદ વર્ષ – ૨૦૧૨માં આ પક્ષી નોંધાયું હતું. છ વર્ષના લાંબા ગાળા બાદ ફરી આ પક્ષી જામનગરમાં જોવા મળતાં પક્ષી પ્રેમીઓમાં આનંદની લાગણી થઇ છે. ખાસ કરીને ઉત્તર એશિયા, ઉત્તરીય ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ એશિયામાં સ્થળાંતર કરતુ આ પક્ષી દરિયા કિનારાનાં છીછરા પાણી અને ભીનાં કાદવમાં જોવા મળે છે અને તેનો મુખ્ય ખોરાક દરિયાઈ જંતુઓ, લીલ, મોલ્સ્ક વગેરે હોય છે.
માહિતી : વિશ્વાસ ઠક્કર