Republic Day - 2019

10 April 2019

Ashy prinia


Ashy prinia / ashy wren warbler : ફડક ફૂત્કી 

અંગ્રેજીમાં વોર્બલર અને ગુજરાતીમાં ફૂત્કી, ફૂડકી કે ટીકટીકી નામ ધરાવતાં જુદી જુદી જાતના પંખીઓ વચ્ચે દેખાવ કે રંગોમાં તફાવત બહુ ઓછો છે. આથી તેમને ઓળખવા અઘરા પડે છે. કદમાં ઘણાંખરાં ચકલીથી નાનાં કે કવચિત સહેજ મોટાં. ઓળખવામાં સહેલી પાડે તેવી ફૂત્કીની બે-ત્રણ જાતોમાં ફડક ફૂત્કીનો સમાવેશ થાય છે.
નર-માદા સરખાં. માથું, ડોક અને પીઠ ઘેરા રાખોડી. પાંખો તથા પડખાં રતુંબડા. છાતી આછા ભગવા રંગની. પૂંછડી લાંબી અને ચડઉતર પીંછાંવાળી, રંગે આછી બદામી. ચાંચ પાતળી, લાંબી અને વળાંકવાળી. પગ મેલા ગુલાબી.
ઘાસના બીડ, નદી કાંઠાની ખુલ્લી કાંટ, જળાશયોના ચીયા, ખેતરોના શેઢા અને વાડના છોડ ઝાંખરાં, ચેરની ઝાડી આ બધાં તેનાં રહેવાનાં ઠેકાણાં. ફળિયામાં નાનાં મોટાં છોડ હોય તો તેમાં પણ આવે.ટૂંકમાં લપાતા છુપાતા ફરવાની સગવડવાળા સ્થળો એ તેની મુખ્ય જરૂરિયાત.    
માહિતી : આસપાસના પંખી