Republic Day - 2019

17 April 2019

Spot-billed duck

ટીલાવાળી બતક (Indian spot-billed duck)


પાલતું બતક જેટલા કદનું, શરીર ઉપર આછી, ઘેરી, કથ્થાઈ ભીંગડાની ભાત હોય છે. પાંખમાં સફેદ અને ચળકતા લીલા રંગના પટ્ટા હોય છે. ચાંચ ઘેરી પણ છેડો પીળો હોય છે. ચાંચનાં મૂળ પાસે કપાળ ઉપર બે લાલ ટીલાં હોય છે. નર-માદા દેખાવમાં સરખા હોય છે. જોડામાં કે નાના સમૂહમાં તળાવોમાં જોવા મળે છે. સમગ્ર ભારત, પાકિસ્તાન, બંગલાદેશ, મ્યાનમાર અને ક્યારેક શ્રીલંકામાં દેખાય છે. શિકારીઓ તેના માંસ માટે હંમેશાં શિકાર કરતા હતા. હવે પ્રતિબંધ છે. હંમેશાં સાવચેત રહે છે. ભય સંકેત મળતાં ઊડે છે.
પાણીમાં ગુલાંટી મારીને લીલ-શેવાળ અને બીજી પાણીની વનસ્પતિ મેળવી આહાર કરે છે. જુલાઈથી સપ્ટેમ્બર પ્રજનનકાળ છે. તળાવને કિનારે લીલ, શેવાળ, પાથરી માળો ચણે છે. તેના ૬ થી ૧૨ આસમાની પડતા કે આછા લીલા રંગનાં ઈંડાં મૂકે છે.
સ્રોત : bombaysamachar