Grey heron : કબૂત બગલો
એક વિશાળ કદનું પક્ષી છે, જે ઘણા દેશોમાં જોવા મળે છે. તે યુરોપ, એશિયા અને આફ્રિકાના ભાગોનું મૂળ વતની છે. તેનું વૈજ્ઞાનિક
નામ અર્ડેયા સિનેરિયા (Ardea cinerea) છે અને તે Ardeidae કુળનું પક્ષી છે. ગુજરાતમાં તે કબૂત બગલા તરીકે ઓળખાય છે.
તેનું સામાન્ય નામ તેના
રંગ પરથી રાખવામાં આવ્યું છે, ઉપલી પ્લુમેજ મુખ્યત્વે
ગ્રે રંગની હોય - પીઠ, પાંખો અને મોટાભાગની ગરદન
સહિતની નીચેની પ્લુમેજ ઓફ-વ્હાઇટ રંગની હોય છે. માથું સફેદ અને સાથે એક વિશાળ કાળા
રંગની "ભમર" (સુપરસિલીયમ) હોય છે અને લાંબા કાળા પીછાઓ, જે આંખોથી ગરદનની શરૂઆત સુધી વિસ્તરે છે, જે કલગી બનાવે છે. મજબૂત, કટારી જેવી ચાંચ
અને પીળા રંગના પગ હોય છે. તેઓ ઉડતી વખતે લાંબી ગરદન (S-આકારની) પાછળ ખેંચી લે છે, અને વિશાળ, કમાનવાળી પાંખો અને તેમના પાછળના લાંબા પગ અલગ પડે છે.
તે મુખ્યત્વે જળચર પક્ષી
છે જે ઘણીવાર છીછરા જલપ્લવિત વિસ્તારો, નદીના કિનારે, ખાડીના વિસ્તારો વગેરેની આસપાસ જોવા મળે છે. તેઓ શિકાર
દરમિયાન ખૂબ જ ધીરજવાળું છે. તેઓ ઘણીવાર શિકાર માટે રાહ જોઈને લાંબા સમય માટે એક જ
જગ્યાએ ઊભુ રહે છે. તેઓ મોટે ભાગે માછલીઓ, દેડકાઓ અને અન્ય પાણીના
જંતુઓ ખોરાક તરીકે લે છે. તેઓ મુખ્યત્વે પરોઢ અને સમીસાંજ દરમિયાન શિકાર કરવાનું
પસંદ કરે છે.
તે એકલું અથવા વસાહતમાં
રહે છે. માળા બાંધવાની ઋતુ દરમિયાન તેઓ નાના સાઠીકડાંઓ એકત્ર કરીને વૃક્ષ પર સપાટ
માળો બનાવવાનું પસંદ કરે છે. માદા 4-5 ઈંડા મૂકે છે, જે નર અને માદા બંને સાથે મળીને ઉછેરે છે. આશરે 25 દિવસે ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે.
માહિતી : નિસર્ગ સેતુ