Smaller Egret : વચેટ ધોળો બગલો
આખા શરીરે સફેદ
રંગ હોય તેવાં ત્રણ બગલા આપણે ત્યાં જોવા મળે છે. તેમનાં શરીર બારે માસ શ્વેત
રંગથી જ વિભૂષિત રહે. ત્રણેયના દેખાવ સરખા પણ કદમાં તફાવત ખરો.
ચોમાસામાં
શણગારરૂપે પીઠ અને છાતીએ વધારાના સફેદ નરમ પીંછાં ઉગે. પીઠનાં પીંછાં વધારે લાંબા,
ચાંચનો રંગ મોટા ધોળા બગલાની ચાંચ જેવો ચોમાસામાં કાળો, બાદમાં પીળો. પગ કાળા.
નર-માદા સરખાં. ઠીક ઠીક વ્યાપક પંખી.
માહિતી : પાણીનાં સંગાથી