Tufted Duck : કાબરી કારચિયા
નામ પ્રમાણે નરના શરીરમાં કાળો અને સફેદ એમ બે જ રંગ. માથું, ડોક, ગળું, છાતી, પીઠ અને પૂંછડી કાળાં. પડખાં અને પેટાળ તથા પાંખમાંનો પટ્ટો સફેદ. માદા ઘેરા ધુમાડિયા રંગની. નરના માથે પાછળ ઢળતી કાળી ચોટલી. માદાની ચોટલી સાવ નાની. આ બતક અનુકૂળ જળાશયોમાં થોડી ઘણી દેખાય.
શિયાળું પ્રવાસી. ઠીક ઠીક વ્યાપક. ડૂબકીમાર બતક.
નરના કાળા અને ધોળા રંગ એક બીજાના પડખે વધારે ઉઠાવ આપે. આથી ઓળખવામાં આ બતક
સહેલી. તેવાં જ કાબરા રંગનાં દરિયાઈ આપણે ત્યાં વિરલતમ. એટલે આ બતકને ઓળખવામાં ભૂલ
થવાનો સંભવ સાવ ઓછો.
માહિતી
: પાણીનાં સંગાથી