Common Pochard : રાખોડી કારચિયા
નરનું માથું અને
ગળું જાન્યુઆરીમાં ઘેરા ઈંટીયા લાલ. છાતી કાળી. ઉપરનું શરીર આછું રાખોડી, તેમાં
ઝીણી રેખાઓ. ચાંચ કાળી પણ તેમાં વાદળી આડો પટ્ટો. માદા બદામી. ચાંચ નર જેવી. ઉપરનું
શરીર અને પડખાં આછા રંગનાં. આપણે ત્યાં ઠીક ઠીક સંખ્યામાં આવે છે. નાની મોટી
ટોળીમાં જળાશયોમાં તરતી હોય.
શિયાળું પ્રવાસી.
ઠીક ઠીક વ્યાપક. ડૂબકીમાર બતક.
ડૂબકીમાર બતકોમાં
રાખોડી કારચિયા બહુમતીમાં હોય છે. નાની મોટી ટોળીમાં તરતાં નર રૂપેરી રાખોડી પીઠને
લીધે ચિત્તાકર્ષક દેખાય. ડૂબકીમાર હોવાથી જળાશયના મધ્ય ભાગમાં ઊંડા પાણીમાં આ બતક
ફરતી-તરતી રહે.
માહિતી : પાણીનાં સંગાથી