Republic Day - 2019

25 December 2018

સુકન્યા સમૃદ્ધિ યોજના


સુકન્યા સમૃદ્ધિ યોજના


         ન છોકરી ને બોજ સમજો, કે ન એમના જન્મથી નિરાશ થાઓકારણકે છોકરી વિના પરિવાર નામની સંસ્થાનું અસ્તિત્વ જ ખતરામાં મુકાઇ જાશે. આ સંદેશ સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાઓ, બેટી પઢાઓઅભિયાનને સમર્થન આપવા આ યોજના અમલમાં મુકી છે. છોકરીનાં ભણતર અને વિવાહ ખર્ચને સરળતાથી પૂર્ણ કરવા માટેના ઉદેશ્યથી આ યોજના શરૂ કરાઈ છે.
       આ ખાતું બાળકના જન્મ પછી ૧૦ વર્ષના સમયગાળા દરમિયાન ગમે ત્યારે ખોલાવી શકાય છે. બાળક દીઠ માત્ર એક જ ખાતું ખોલાવું માન્ય છે. તેના માટે જન્મનું પ્રમાણ પત્ર જમા કરાવવું જરૂરી છે. વર્ષ દરમિયાન ખાતામાં ૧૦૦૦/- જમાં કરવા જરૂરી છે. તેમજ વધારેમાં વધારે  ,૫૦,૦૦૦/- જમાં કરાવી શકાય છે. ૧૮ વર્ષની ઉંમર પછી છોકરીના વધુ અભ્યાસ માટે કે વિવાહ સબંધિત ખર્ચ માટે જમા થયેલ રકમની 50% રકમ ઉપાડી શકે છે. ૨૧ વર્ષની ઉંમર પછી આ ખાતું બંધ કરવામાં આવશે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia