ભારતનાં પ્રથમ
રાષ્ટ્રપતિ
ડો. રાજેન્દ્ર પ્રસાદ એ
ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસ પક્ષનાં નેતા હતાં. તેમનો જન્મ ૩ ડીસેમ્બર
૧૮૮૪માં બિહારનાં સિવાન જિલ્લામાં છપરા નજીક આવેલ ઝેરડૈ ગામમાં થયો હતો. તેઓએ
ભારતનાં સ્વંત્રતતા સંગ્રામમાં પોતાનું અનોખું યોગદાન આપ્યું હતું અને બંધારણ
સભાનાં પ્રમુખ તરીકે ભારતનાં બંધારણનો મુસદ્દો તૈયાર કરેલ હતો.
ભારત સ્વતંત્ર થયા પછી તેઓએ ભારતનાં પ્રથમ
રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. દેશનાં રાષ્ટ્રપતિ સમય દરમિયાન તેમનો
પગાર ૧૦ હજાર રૂપિયા મળતો હતો, જેમાંથી તેઓ માત્ર એક હજાર રૂપિયા જ સ્વીકારતા હતા. દેશનો
એક પણ રૂપિયો ખોટી રીતે ખર્ચ ન થવો જોઈએ એવો મત તેઓ ધરાવતા હતા. અને ૧૨ વર્ષના
લાંબા સમયગાળા પછી ૧૯૬૨માં તેઓએ પોતાના હોદ્દા પરથી નિવૃત્તિની ઘોષણા કરી હતી.
તેઓને ભારત દેશનાં સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી નવાજિત કરવામાં આવ્યાં હતાં. તેઓ સમગ્ર
દેશમાં લોકપ્રિય હોવાથી તેમને ‘રાજેન્દ્ર બાબુ’ અથવા ‘દેશભક્ત’ના હુલામણા નામથી ઓળખવામાં આવતાં હતાં.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia