ધરતી પરની સૌથી
ઠંડી જગ્યા!
ધરતી પરની સૌથી
ઠંડી જગ્યા એન્ટાર્કટિકાને માનવામાં આવે છે. એન્ટાર્કટિકા પૃથ્વીના દક્ષિણ ધ્રુવ
પર આવેલો ખંડ છે. એન્ટાર્કટિકાનો ૯૮% ભાગ ૧.૬ કિલોમીટર મોટી બરફથી આચ્છાદિત છે, જેથી સૌથી ઠંડો
અને બારેમાસ બરફથી આચ્છાદિત રહે છે. અહીં જ્યાં નજર કરો, ત્યાં વિશાળ
શ્વેત ચાદરો રૂપી હિમશિલાઓ અને બરફનું આચ્છાદાન દેખાય છે. દક્ષિણ ધ્રુવના અંતિમ
બિંદુએ આવેલા આ પ્રદેશમાં વર્ષ દરમિયાન છ માસ દિવસ અને છ માસ અંધકાર રૂપી રાત્રિ
જોવા મળે છે. સૂર્ય ઘણા મહિનાઓ સુધી ક્ષિતિજની સપાટીથી ઉપર આવતો નથી, તેથી
સૂર્યકિરણોના પ્રવર્તનથી આકાશમાં રંગબેરંગી પટ્ટાઓ જોવા મળે છે, જેને સુમેરુ
જ્યોતિ(અરોરા) કહે છે.
તેમજ એન્ટાર્કટિકા ખંડ ટાપુમય સ્થાન ધરાવતો
હોવાને લીધે હજારો કિલોમીટર લાંબો દરિયાકીનારો મળ્યો છે. તેથી તેને વ્હેલ, સીલ, જેવા ‘મહાકાય દરિયાઈ
જીવોની સ્વર્ગભુમિ’ તેમજ ‘પેંગ્વિન ભૂમિ’ તરીકે પણ
ઓળખવામાં આવે છે. અહીંની આબોહવાની લાક્ષણિકતા એ છે કે, જ્યાં હિમવર્ષા, ઝાકળ, ધુમ્મસ, અને તેજ બર્ફીલા
તોફાની પવનો છે. તેથી વનસ્પતિનો વિકાસ થતો. ક્યાંક જ ટુંકું ઘાસ, લીલ,શેવાળ, જોવા મળે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia